ગડુ ગ્રામ પંચાયત માં ઉપ સરપંચ ની ચૂંટણી બિન હરીફ
ગડુ ગ્રામ પંચાયત હાલ ભાજપ ની છે ત્યારે ગડુ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ બનવા માટે અઢી અઢી વર્ષ ના વારા હોવાથી તાજેતર માં હાલના ઉપ સરપંચ હયાતખા અનવરખા લીગારી એ પોતાના હોદ્દા પર રાજીનામુ આપ્યુ હતું
ત્યારે બીજી અઢી વર્ષના ટર્મના વારા ને લઈ તા.11/7/24 ના નવા ઉપ સરપંચ બનાવવા માટે ચૂંટણી યોજાણી હતી. જેમાં રાજેશ કચરાભાઈ પરમારે ઉપ સરપંચ બનવા માટે ઉમેદવારી નોંધાવતા તેમની સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા ગડુ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે રાજેશભાઈ કચરાભાઈ પરમારની બિનહરીફ વર્ણી થયેલ
ગડુ ગ્રામ પંચાયતના સરપંચ અનિલા બેન બાબુભાઇ મોકરિયા, ઉપસરપંચ રાજેશ પરમાર થી લઈને તમામ ગ્રામ પંચાયતના સભ્યો વિશ્વાસ માં લઇ આગેવાની આગેવાની કરશે
સમસ્ત ગ્રામ લોકો દ્વારા ગ્રામ પંચાયત બોડી ઉપર પુરતો વિશ્વાસ રાખીને યોગ્ય રીતે નિર્ણય લઈને ગામના વિકાસ માટે જરૂરી સરકારી લાભ થાય અને ગામની એકતા મજબુત બને એવા ઉમદા હેતુથી ઠેર ઠેર માળીયા હાટીના તાલુકાના આગેવાનો અને કાર્યોકરો સહિતના ગ્રામજનો આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. રાજકીય આગેવાનો, સામાજીક કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા ગડુ ગ્રામ પંચાયત બોડી ના સરપંચ અને ગ્રામ પંચાયત સભ્યો એ નવા વરાયેલ ઉપ સરપંચ રાજેશ પરમાર પર અભિનંદનની વર્ષા કરવામાં આવી છે
ઉપસરપંચ રાજેશ પરમારે જણાવ્યું કે ગામનો વિકાશ પ્રજા નું કલ્યાણને સર્વોપરી રાખી હું તન મન થી મારા કર્તવ્ય નું પાલન કરીશ તેવા સકલ્પ સાથે આપ સૌને સદાય આશીર્વાદ, સાથ અને સહકાર આપશો અને આમજ આપનો પ્રેમ લાગણી, સ્નેહ મને મળતો રહે તેવી વાત કરી આભાર વ્યક્ત કરેલ .
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.