એક ને ગોળ ને એક ને ખોળ કેમ ? કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુતમ વેતનમાં વધારો કર્યો જ્યારે ગુજરાત સરકારે શ્રમિકોના વેતનમાં ઘટાડો કર્યો
એક ને ગોળ ને એક ને ખોળ કેમ ?
કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુતમ વેતનમાં વધારો કર્યો જ્યારે ગુજરાત સરકારે શ્રમિકોના વેતનમાં ઘટાડો કર્યો
દામનગર કેન્દ્ર સરકારે શ્રમિકોના લઘુતમ વેતનમાં વધારો કર્યો જ્યારે ગુજરાત સરકારે શ્રમિકોના વેતનમાં ઘટાડો કર્યો તાજેતરમાં જ કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર ભાઈ મોદીની સરકારે શ્રમિકોની દિવાળી સુધરે એટલા માટે અને શ્રમિકોનું જીવન નિર્વાહ સાલે એટલા માટે અર્ધકુશળ અને કુશળ અને બિનકુશળ શ્રમિકો માટે ૭૮૩ રૂપિયાથી વેતન લઈ ₹ ૧૦૩૫ સુધી વેતન કરવામાં આવ્યું. જ્યારે ગુજરાતમાં ૪૬૨ હતું તેમાં ગુજરાત સરકાર દ્વારા એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ખરેખર આ કેન્દ્રના મજૂરોને મોંઘવારી નડે તો ગુજરાતના મજૂરોને શું નડે આના માટે ગતિશીલ ગુજરાતમાં શ્રમિકોનું ત્યાં સુધી શોષણ થશે કે લઘુત્તમ વેતનમાં ૪૬૨ રૂપિયામાં ઘર ચાલે ખરું? જેનો ગુજરાત સરકારના બેઠેલા પ્રતિનિધિઓ એકપણે વિચાર નહીં કર્યો હોય ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જો દિલ્હીમાં વડાપ્રધાન પદે બેસીને દિલ્હીના શ્રમિકોની ચિંતા કરતા હોય તો ગુજરાતના શ્રમિકોનો એક રૂપિયાનો ઘટાડો વેતનમાં કેમ કરવામાં આવ્યો તેનું પણ ગુજરાત સરકારે આત્મા મંથન કરવું જોઈએ આ કાળજાળ મોંઘવારીમાં શ્રમિકો તેનું ભરણપોષણ કરે એ તેના બાળકોનો અભ્યાસ કરાવે કેવી રીતે પોતાનું જીવન ચલાવે તેની ચિંતા કરીને ગુજરાત સરકારે પણ દિલ્હી કેન્દ્ર સરકારના શ્રમિકોની જેમ ૭૮૩ રૂપિયા લઘુતમ વેતન જાહેર કરવું જોઈએ તેવી રજૂઆત ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીને એક પત્ર પાઠવીને ખુમાણ જસુભાઈ મનુભાઈ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે દિલ્હી કેન્દ્ર સરકારે શ્રમિકોનું લઘુત્તમ વેતન ૭૮૩ જાહેર કર્યું જ્યારે ગુજરાત સરકારે ૪૬૨ મળતા હતા એમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો એક ને ખોળ અને એક ને ગોળ
કેન્દ્ર સરકારે લઘુત્તમ વેતન વધારો કર્યો અને ગુજરાત સરકારે શ્રમિકોના વેતનમાં એક રૂપિયો ઘટાડો કેન્દ્ર સરકારનાં લઘુતમ વેતન સામે ગુજરાત રાજ્ય સરકાર ની પીછેહઠ કેમ આવો સવાલ બિન સંગઠિત લેબર માટે એક દેશ માં ભેદભાવ શા માટે કરાતો હશે ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.