જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૯મીએ યોજાશે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી રોજગાર ભરતી મેળો - At This Time

જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૯મીએ યોજાશે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી રોજગાર ભરતી મેળો


જિલ્લા રોજગાર કચેરી દ્વારા
તા.૧૯મીએ યોજાશે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી
રોજગાર ભરતી મેળો
---
અમરેલી, તા.૧૨ ડિસેમ્બર, ૨૦૨૨ (સોમવાર) અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજ્યના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ મહિન્દ્રા સીઆઈઆઈ ઓટોમોટીવ લીમીટેડ માટે માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરુપ ડિપ્લોમા ઈન મિકેનિકલ, અથવા આઈ.ટી.આઈ. ઈન ટર્નર/મીશીનિસ્ટ/ફિટર/ડીઝલ મીકેનીકનો અભ્યાસ અને લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. આગામી તા.૧૯/૧૨/૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક તાલી સંસ્થા, લાઠી રોડ,અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક હોય તેવા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસિકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.