માળીયા હાટીના તાલુકા ના કાત્રાસા ગામમાં તાજેતરમાં વાવાઝોડા ને લઈ ભારે નુકશાની થતા જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા એ ઊડતી મુલાકાત લીધી - At This Time

માળીયા હાટીના તાલુકા ના કાત્રાસા ગામમાં તાજેતરમાં વાવાઝોડા ને લઈ ભારે નુકશાની થતા જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા એ ઊડતી મુલાકાત લીધી


માળીયા હાટીના તાલુકાના કાત્રાસા ગામમાં તાજેતર માં ભારે વંટોળ ને લઈ મકાન મિલ્કતો માં ભારે નુકશાની થઈ હતી તેમજ નાના બાળકો નાની મોટી ઇજા થઇ ત્યારે જુનાગઢ જીલ્લા સંસદ રાજેશ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજીભાઈ યાદવ, અમરાપુર જીલ્લા પંચાયત સદસ્ય વરંજાગભાઈ કરમટા,
સરપંચ અનિરુદ્ધ ડોડીયા સહિત ભાજપના આગેવાનો કાર્યકરો એ નુકશાની ની સ્થળ પર ખરાઈ કરી હતી

કાત્રાસા ગામ માં જે નુકશાની થઈ છે તેમાં સરકાર ના ધારાનિયમ મુજબ ૧૫૦૦/ થી ૩૦૦૦/ રૂ. સુધી નું વળતર મળે તેમ છે ત્યારે કાત્રાસા ગામના ગ્રામજનોએ આ રજુઆત સંસદ રાજેશ ચુડાસમા ને જણાવેલ ત્યારે સંસદ રાજેશ ચુડાસમા એ કાત્રાસા ગ્રામજનો ને વધુ વળતર મળે તેમાટે સરકાર માં રજુઆત કરીશ તેવી ખાત્રી આપેલ

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.