રાજકોટની મોચી બજારમાંથી આઠ વર્ષના બાળકનું અપહરણ
રાજકોટની મોચી બજારમાંથી આઠ વર્ષના બાળકનું અપહરણ થયાનો મામલો સામે આવતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી બાળકની તપાસ હાથ ધરી હતી. મૂળ નેપાળી પરિવાર બરફના કારખાને કામ કરતો હતો ત્યારે બાળક પિતા પાસેથી રૂપિયા લઈ ભાગ લેવાં ગયાં બાદ લાપત્તા થતાં પરિવારજનોમાં પણ દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ નેપાળના અને હાલ શહેરમાં મોચી બજારમાં આવેલ ભાગ્યોદય બરફના કારખાના પાછળ બરફના કારખાનાના રૂમમાં રહેતાં મૂળ નેપાળના વતની સુનિલભાઈ દિવાનભાઈ થાપાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નેપાલથી બે મહિના પહેલાં રોજીરોટી રળવા પરીવાર સાથે રાજકોટ આવ્યા છે. તેઓને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. જેમાં સૌથી મોટો આઠ વર્ષનો પુત્ર ગઈકાલે સાંજના સમયે કારખાનાની બાજુમાં અન્ય બાળકો સાથે રમતો હતો.
દરમિયાન સાંજના સાત વાગ્યે તે તેઓની પાસે આવ્યો હતો અને ભાગ લેવા માટે રૂપિયા માંગતા તેઓએ દસ રૂપિયા આપ્યા હતાં. જે બાદ તે મોચી બજારમાં ભાગ લેવા માટે ગયો હતો. જે બાદ મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતાં તેમની આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. સતત બે દિવસ તેમના આઠ વર્ષના પુત્રની શોધખોળ કર્યા બાદ પણ તે મળી ન આવતાં ચિંતિત પિતાએ ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર અગાઉ પણ ત્રણ ચાર વખત બજારમાં ચાલ્યાં ગયાં બાદ છ-સાત કલાક બાદ ઘરે પરત ફરતો હતો. પરંતુ આ વખતે ચાર દિવસ થયે પણ તે પરત ન ફરતાં પરિવાર પર ચિંતાના વાદળો ઘેરાયા હતાં. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ બી. એચ.પરમાર અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે બાળકની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.