સિવિલ હોસ્પિટલમાં પરિણીતાના મોત બાદ માવતર- સાસરિયા પક્ષ બાખડી પડ્યા : યુવાન ઇજાગ્રસ્ત
સિવિલ હોસ્પિટલમાં પરિણીતાના મોત બાદ માવતર- સાસરિયા પક્ષ બાખડી પડ્યા હતા. જેમાં યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. પરસાણાનગરની પરિણીતાનું બીમારીથી મોત થયું હતું. ત્યાં દીકરીની વ્યવસ્થિત સારવાર ન કરાવી હોવાનો આક્ષેપ થયો હતો.
બનાવની વિગત મુજબ એકતાબેન અક્ષયભાઈ વાઘેલા (ઉ.વ.29, રહે. પરસાણા નગર-3) તેણીને વાલની બીમારી હતી. આજે સવારે તેના માસિયાઈ ભાઈ તેણીના ઘરે એકતાબેનને તબિયત અંગે પૂછતા હતાં. ત્યારે તેણીએ કહ્યુ કે, હવે મને સારું છે. અને તે સમયે તેણી તેના પપ્પાના બેન્ક ખાતાનો ચેક લખતી હતી. લખતા લખતા જ અચાનક બેભાન થઈ ઢળી પડતાં તાકીદે 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
એકતાના મોત બાદ તેનાં પતિના પરિવારજનો અને માવતરના પરિવારજનો આજે બપોર હોસ્પિટલમાં હતાં ત્યારે તેનો પતિ રડતો હતો ત્યારે એકતાના માવતરે આક્ષેપ કરતા કહ્યુ કે એકતાને બીમારી હતી ત્યારે બરોબર દવા ના કરાવી હવે શું રડો છો. તેમાંથી બોલાચાલી થઈ હતી. ત્યારે એકતાનો કૌટુંબીક ભાઈ રાજ સમજાવા ગયો હતો. ત્યારે અક્ષય અને તેના કાકા કાળુ તેમજ લખને અને અન્ય શખ્સોએ બોલચાલી કરી હુમલો કર્યો હતો. જેમાં રાજ સુરેશભાઈ ઝાલા (ઉ.વ.25, રહે. નવા થોરાળા શેરી નં-2) ને ઈજા પહોચતા યુવકને ત્યાંજ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ દોડી ગઈ હતી. અને મામલો થાળે પાડ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.