પોકસો એક્ટનાં ગુનાનો ફરાર આજીવન કેદનો આરોપી સેન્ટ્રલ જેલનાં હવાલે
ગાંધીનગરના રાયપુર ગામનાં કાળાજી આતાજી ડાભી વિરુદ્ધ વર્ષ 2016 માં ડભોડા પોલીસ મથકમાં અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી જરૂરી પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે અન્વયે કોર્ટે આરોપી કાળાજી ડાભીને આજીવન કેદની સજા ફટકારી હતીજે હાઇકોર્ટમાંથી સાત દિવસના વચગાળાના સાત દિવસનાં જામીન મેળવી સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો હતો13 મી સપ્ટેંબરનાં રોજ જેલમાં પરત ફરવાનું હતું. પરંતુ આરોપી પેરોલ ફર્લો કરીને નાસતો ફરતો હતો જેને ડભોડા પોલીસે ઝડપી લીધો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.