જસદણ વીંછિયામાં રામનવમી શોભાયાત્રામાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા - At This Time

જસદણ વીંછિયામાં રામનવમી શોભાયાત્રામાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ વિંછીયામાં રવિવારે શ્રી રામ જન્મોત્સવ અંગે શોભાયાત્રા નીકળી જેઓ વાજતે ગાજતે પુર્ણ થઈ હતી. જેમાં કોમી એકતાના દ્ર્શ્યો તાદ્રશ્યો સર્જાયા હતાં. જસદણમાં સુન્ની મુસ્લિમ સમાજના વેલકમ ચેરિટેબલ ટ્રસ્ટના રફીકભાઈ રાવાણી દ્વારા ઠંડી છાશનું વિતરણ, વીંછિયામાં પાણી ગેટ પોલીસ ચોકી પાસે સુન્ની મુસ્લિમ બિરાદરોએ શરબતનું વિતરણ કરી દેશના આ રામ જન્મોત્સવ અવસરે ખંભેખંભા મિલાવી પ્રસંગને શોભાવ્યો હતો. જસદણમાં પી આઈ તપન જાની, વિંછીયામાં પી આઈ જે પી રાવ, અને સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શોભાયાત્રામાં ભાવિકોને કોઈ અડચણ કે હાલાકી વેઠવા દીધી નહોતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image