રાજકોટમાં આકરી ગરમી, પારો ફરી 41 ડિગ્રીને પાર થઈ ગયો
રાજકોટ શહેરમાં શુક્રવારે પારો નજીવો ઘટ્યા બાદ રવિવારે ફરી આકરો તાપ અનુભવાયો છે. મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયું હતું જે શનિવાર કરતા એક ડિગ્રી સેલ્શિયસ જેટલું વધારે છે. એકતરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે જ્યારે બીજી તરફ રાજકોટમાં આકરી ગરમી પડી રહી છે. હજુ એક સપ્તાહ દરમિયાન પારો 41થી 42 ડિગ્રી સેલ્શિયસની આસપાસ જ રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હજુ બે સપ્તાહ સુધી ગરમી અનુભવાશે ત્યારબાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા તેમજ પવનની દિશા પશ્ચિમ તરફી થતા તાપમાનમાં ઘટાડો આવે તેવી શક્યતા દર્શાવાઈ છે. એક વખત પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય ત્યારબાદ ચોમાસાની સ્થિતિ જાણવા મળી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.