બાબર સમાજ થાનગઢ નું ગૌરવ ચાવડા નૈનેશકુમાર બળવંતભાઈ (બલદાણા વાળા) હાલ ઇન્ડિયન નેવી આર્મિ માંથી કૉસ્ટગાર્ડ ની ટ્રેનિંગ પૂરી કરી અને - At This Time

બાબર સમાજ થાનગઢ નું ગૌરવ ચાવડા નૈનેશકુમાર બળવંતભાઈ (બલદાણા વાળા) હાલ ઇન્ડિયન નેવી આર્મિ માંથી કૉસ્ટગાર્ડ ની ટ્રેનિંગ પૂરી કરી અને


તા.૨૦/૧/૨૦૨૪ ને શનિવાર સવારે ૭-૦૦ વાગ્યે થાનગઢ રેલ્વે સ્ટેશનમાં આગમન થયું ત્યારે સર્વે બાબર સમાજ, સગા સબંધી,મિત્ર સર્કલ દ્વારા નૈનેશભાઈ નું ફુલહાર, શાલ થી સન્માન કરવામાં આવ્યું નૈનેશભાઇ નું ડીજે ના તાલે વાજતે ગાજતે સ્વાગત કર્યું, નૈનેશકુમાર ને રેલવે સ્ટેશનથી વાસુકિદાદાના મંદિરે લાવ્યા ત્યાં શ્રી વાસુકીદાદા ના દર્શન કર્યા ત્યાં વાસુકી દાદાના મહંત શ્રી નીરજગીરી બાપુ ના આશીર્વાદ મેળવ્યા સીતારામગૌશાળાના સેવકો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, અલખધણી પ્રભાત ફેરી ના સેવકો, અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા નેવી આર્મી માંથી કોસ્ટગાર્ડની ટ્રેનિંગ પૂરી કરનાર નૈનેશકુમાર ચાવડા ને ફુલહાર,શાલથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સ્વાગત સન્માન શોભાયાત્રા બાવળવાળા મેલડી માં મંદિરે દર્શન કરીને ફૂલવાડી નિવાસ્થાન સુધી પહોંચાડીને ઠેર ઠેર ભવ્ય સ્વાગત સાથે સમાપન કર્યું

રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image