સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડ પંથકમાં સુકો મેવો,વસાણાના ભાવમાં 10 થી લઈને 20 ટકાનો ઉછાળો.
તા.01/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડ પંથકમાં આ વર્ષે ઠંડીની સિઝન મોડી શરૂ થવાથી સુકા મેવા-વસાણાની બજાર ઉપર તેની અસર જોવા મળી છે ઓછી ઠંડીને કારણે સુકામેવાનો વપરાશ ઓછો જોવા મળતા વેપારીઓને ત્યાં ઘરાકી ઓછી રહી હતી જોકે જાન્યુઆરીમાં ઉતરાયણ તેમજ કમુરતા ઉતરે પછી તેજી આવવાની વેપારીઓને આશા છે હાલ, સુકા મેવા અને વસાણાની કેટલીક ચીજોમાં સરેરાશ 10 થી 20 ટકાનો ભાવ વધારો હોવાનું જાણવા મળેલ છે ઠંડીની ઋતુ શિયાળામાં કાળાતલનું કચરીયુ અડદીયા પાક ગાજરનો હલવો સીંગપાક ચિકી સુંઠની લાડુડી સુખડી વિગેરે ખાવાથી શરીરને હુંફ મળે છે અને શક્તિ મળે છે શક્તિવર્ધક એવી આ બધી ચીજોમાં નાખવા માટેનાં કાજુ બદામ જાયફળ ગંઠોળા સુંઠ કે ગુંદર જેવા સુકામેવા અને વસાણાનો ખુબજ ઉપયોગ થતો હોય છે પરંતુ આ વર્ષે શિયાળાની ઠંડી મોડી શરૂ થતા અત્યાર સુધી વસાણા અને સુકા મેવાની બજારમાં સુસ્તી જોવા મળી હતી ડિસેમ્બર નાં છેલ્લા અઠવાડીયા સુધી અને પોષ મહીનાની શરૂઆત સુધી ઝાલાવાડ પંથકમાં ખાસ ઠંડી પડી નહોતી અને સતત મિશ્ર ઋતુ જેવું વાતાવરણ અનુભવાતુ હતુ પોષ મહીનાની શરૂઆત બાદ થોડોઘણો ઠંડીમાં વધારો થયો છે પરંતુ હજુપણ કડકડતી ઠંડીનો અહેસાસ થતો નથી પરિણામે ઠંડી મોડી પડવાથી તેની સીધી અસર સુકામેવા-વસાણા બજાર ઉપર પડતા મંદી જેવો માહોલ જોવા મળ્યો છે બીજી તરફ કેટલીક ચીજોમાં સરેરાશ 10 થી 20 ટકાનો ભાવવધારો જોવા મળ્યો છે અંજીર કાજુ પિસ્તા અને ગુંદર જેવી ચીજોમાં આ ભાવ વધારાની અસર જોવા મળી છે હાલમાં કાજુના ગુણવત્તા મુજબ કિલોએ કિ.રૂ. 700 થી 1000 ભાવ ચાલી રહ્યો છે બદામ કિ.રૂ.600 થી 700 પિસ્તા કિ.રૂ.1000 થી 17000 નો ભાવ ચાલી રહ્યો છે અંજીરના કિલોએ કિ.રૂ.1000 થી 1500 કિસ મીસનાં કિ.રૂ.200 થી 400 ભાવ ચાલી રહ્યો છે વસાણામાં સુંઠના કિલોએ 200 થી 300 અને ગુંદરનાં 120 થી 180 અને જરદાળુનાં 300 થી 500 અને ગંઠોળાનાં 600 થી 800 અને જાયફળનાં 750 થી 800 નો અને કાળાતલનાં કિલોએ કિ.રૂ. 170 થી 200 ભાવ ચાલી રહ્યો હોવાનું જાણવા મળેલ છે સુરેન્દ્રનગરનાં સુકામેવા-વસાણાનાં હોલસેલ વેપારી જણાવે છે કે અત્યાર સુધી ઓછી ઠંડીને કારણે બજારમાં ઓછી ઘરાકીનો માહોલ હતો કમુરતા પણ ચાલી રહ્યા છે પરંતુ જાન્યુઆરી મહીનામાં મકરસંક્રાંતિ ઉપર તેમજ કમુરર્તા ઉતર્યા પછી તેજી નીકળવાની આશા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.