જસદણના ઉધોગપતિ હિરેન સાકરીયા પરિવાર દ્વારા કમળાપુર ગામે ચામુંડા માતાનૉ રૂડૉ માંડવૉ યૉજાછૅ સાધુ સંતો રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહે છે
નરૅશ ચૉહલીયા જસદણ
માતાના કર નૈવૈધ સાથૅ ડાક ડમરું વેરાડી ઝુલણા હાલરડા સાથે ગામ ધુમાડા બંધ મહાપ્રસાદનું આયોજન.
જસદણ રજવાડી પશુ આહારના માલિક અને દાતા ઉધોગપતિ હિરેનભાઈ સાકરીયા તથા સાકરીયા પરિવાર દ્વારા તાલુકાના કમળાપુર ગામે કુળદેવી શ્રી ચામુંડા માતાજીના રૂડા માંડવાનું તા.19 ને રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કમળાપુર ગામે આવેલ પ્લોટમાં ઝુપડીવાડી સામે કમળાપુર-જસદણ રોડ પર રાખવામાં આવ્યું છે. આ માતાજીના રૂડા માંડવામાં તા.19 ને રવિવારે સવારે 7-30 કલાકે થાંભલી રોપવાનું મુહૂર્ત, સવારે 9-30 કલાકે માતાજીના સામૈયા, સવારે 10થી5 વાગ્યા સુધી અને રાત્રે 8થી સવારે 5 વાગ્યા સુધી ડાક ડમરૂ માતાજીના હાલરડા વેરાડી ઝુલણા થકી માતાજીની આરાધના કરવામાં આવછે સાંજે 5થી7 કલાક સુધી રાસ-ગરબા, બપોરે 11 કલાકે મહાપ્રસાદ, સાંજે 6 કલાકે મહાપ્રસાદ અને તા.20 ને સોમવારે સવારે 5 કલાકે થાંભલી વધાવવાનું મુહૂર્ત સહિતના ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ માતાજીના રૂડા માંડવામાં કુળના ભુવા જેન્તીભાઈ રવજીભાઈ સાકરીયા અને કુળના પઢીયારભુવા વિશાલભાઈ રમેશભાઈ સાકરીયા હાજર રહેશે અને તા.20 ને સોમવારે કરવિધિ પણ સાથે રાખવામાં આવી છે. જેના માટે પઢીયારનો સંપર્ક કરવા તથા માતાજીના આ રૂડા અવસરમાં માઇ ભક્તોએ પધારવા અને માતાજીના આશીર્વાદ મેળવવા ઉદ્યોગપતિ હિરેનભાઈ ભગવાનજીભાઈ સાકરીયા તથા સાકરીયા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.