પંચમહાલ અભયમની ટીમ દ્વારા તહેવારના દિવસે રંગોળી બનાવી લોક જાગૃતિનો સંદેશો આપ્યો
સમગ્ર રાજ્યમાં મહિલા અભયમ ૧૮૧ની ટીમ દ્વારા મહિલાઓની સહાય અને સુરક્ષા સહિતની કામગીરી કરવામાં આવે છે ત્યારે ગોધરા મહિલા અભયમની ટીમ દ્વારા રંગોળી ચિત્રો દોરીને લોકજાગૃતિનો સંદેશ ફેલાવ્યો છે.
અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન પીડિત મહિલાઑની 24*7 કલાક વિનામૂલ્યે સેવાઓ પહોંચાડી એક માનવીય અભિગમ અપનાવી રહ્યું છે.જેમાં આ ટીમ દિન પ્રતિદિન વિશ્વાસપાત્ર બની રહી છે.દિવાળી અને નૂતનવર્ષાભિનંદન
સાથે સમાજમાં મહિલો પર અત્યાચાર દૂર થાય, દીકરીઓ ને ભણાવવી જોઇએ અને બાળલગ્ન બંધ કરવા અંગે અભયમ ટીમ દ્વારા રંગોળી બનાવીને સમાજમાં સંદેશો આપવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.