માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા "સૂર,શબ્દ અને સાહિત્યની અમૃતધારા" નો પ્રથમ મણકો યોજાઈ ગયો - At This Time

માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા “સૂર,શબ્દ અને સાહિત્યની અમૃતધારા” નો પ્રથમ મણકો યોજાઈ ગયો


(કનુભાઈ ખાચર દ્વારા )
બોટાદની સાહિત્યસભર ભૂમિ પર ગુજરાતી ભાષાનાં ઉત્થાન માટે કાર્યરત માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા "સૂર,શબ્દ અને સાહિત્યની અમૃતધારા" પખવાડિક સભાનો આજે આરંભ કરાયો. અમૃતધારાનાં આરંભે પંકજભાઈ ભટ્ટદાદા, લેખક રત્નાકર નાંગરસાહેબ, પ્રો.ડૉ.માલદે સર, રશ્મિબેન પંડયા, ગોપાલભાઈ ચૌહાણ, આચાર્ય ગૌરાંગભાઈ લવિંગીયા, લોકવિજ્ઞાન કેન્દ્ર બોટાદનાં નિકુંજભાઈ પંડિત, શિક્ષક જયદીપભાઈ નાવડિયા, કાર્તિક ઓળકિયા,હર્ષલ પરમાર, તેજસ નાંગર સહિત ભાવકો હાજર રહ્યાં હતા. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદનાં સંચાલક પ્રા.વૈશાલીબહેન દવેએ શબ્દપુષ્પોથી આવકાર સાથે કાર્યક્રમની રૂપરેખા આપી અને ભાવેશભાઈ પરમારે ઉપસ્થિત તમામ ભાષાભાવકોનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન લાલજીભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.