સુરેન્દ્રનગર જિલ્લામા જિલ્લા પંચાયત હેઠળ આવતી 540 ગ્રામ પંચાયતોમાં ઓનલાઇન વેરો ભરવાની સુવિધા ચાલુ કરવામાં આવી. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામા જિલ્લા પંચાયત હેઠળ આવતી 540 ગ્રામ પંચાયતોમાં ઓનલાઇન વેરો ભરવાની સુવિધા ચાલુ કરવામાં આવી.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયત હેઠળ આવતી 540 ગ્રામ પંચાયતોમાં વેરો વસૂલવાની કામગીરી કાગળથી થતી હોવાથી હાલાકીનો સામનો કરવો પડતો હતો જેમાં ગ્રામજનો પાણીવેરો, ઘરવેરો, સફાઇ વેરો, લાઇટ વેરો, ગટર વેરો, વહીવટી વેરો સહિત મહેસૂલી વેરા લોકો રોકડેથી વેરો ભરે તેની કાગળકીય પ્રક્રિયા બાદ નાણા ખાતામાં જમા કરાવવા સહિત પ્રક્રિયા થતી હતી હાલ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાતની કામગીરી ઝડપી અને સઘન થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા જેમાં લોકો અને તંત્રને સરળતા રહે તે માટે અને ભારતના ડિજિટલ ઇન્ડિયાને સમર્થન માટે જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ક્યુઆર કોડ આધારિત વેરા વસૂલાત કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતોમાં હાલ ક્યુઆર કોડ મૂકી વેરા વસૂલાત પ્રક્રિયા કરવામાં આવી રહી છે આથી લોકોને સુવિધા મળી છે જેમાં હાલ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં નોકરી ધંધા અર્થે ગયેલા લોકો જેમને વેરા ભરવામાં પરેશાની થતી હતી તેઓ ક્યુઆર કોડની મદદથી જે સ્થળે હોય ત્યાંથી વેરો ભરવાની સુવિધા મેળવતા થયા છે આ અંગે જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદભાઇ પટેલે જણાવ્યું કે જિલ્લાની 540 ગ્રામ પંચાયતોને ક્યુઆર કોડ આપવાની કાર્યવાહી ડિજિટલ કરવામાં આવી છે જેમાં જિલ્લાની મોટા ભાગની ગ્રામ પંચાયતનું બેંક ખાતુ જે બેંકમાં હોય તે બેંકના ક્યુઆર કોડ મેળવી ગ્રામ પંચાયતોની ઓફિસમાં લગાવી આપવામાં આવ્યા છે જે ચુડાની 2 અને લીંબડીની 1 ગ્રામપંચાયતમાં ટેકનિકલ કારણોસર શરૂ નથી થઇ શક્યુ પણ ત્યાં પણ શરૂ કરી અપાશે જે સીધા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં સીધા જમા થાય છે જેથી વહીવટી પ્રક્રિયા સરળ અને સુદૃઢ બને અને લોકોનો સમય પણ બચી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.