પાટડીના વિસનગરમાં સીમમાંથી જુગાર ધામ પર દરોડો પાડી 27 ઈસમો ઝડપાયા. - At This Time

પાટડીના વિસનગરમાં સીમમાંથી જુગાર ધામ પર દરોડો પાડી 27 ઈસમો ઝડપાયા.


તા.02/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂ.3,56,900 તથા મોબાઇલ ફોન નંગ.23 કિ.રૂ.1,21,000 તથા ફોર વ્હીલ નંગ 8 કિ.રૂ.26,00,000 એક કુલ મળીને કિ.રૂ.30,77,900 ના મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સ્ટાફ સાથે દરોડો પાડી પાટડીના વિસનગરમાં જુગાર રમતા 27 નબીરાઓને રૂ. 30.77 લાખના મુદામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે સુરેન્દ્રનગર એલ.સી.બી.એ રોકડ રૂ.3,56,900, મોબાઇલ નંગ-23, ફોર વ્હીલ ગાડી- 8 મળી કુલ રૂ.30,77,900 નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ વી.વી. ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે પાટડી તાલુકાના વિસનગર ગામે રહેતા મનુભા ઉદુભા ઝાલા વિસનગર ગામની સીમમાં નવા તળાવ નામની સીમ વિસ્તારમાં આવેલી પોતાના ખેતરમાં ઓરડીના રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર અખાડો રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબીના પીઆઇ વી.વી.ત્રિવેદી,પીએસઆઇ. વી.આર.જાડેજા, એન.ડી. ચુડાસમા,હિતેશભાઇ, જયેન્દ્રસિંહ સહીત સમગ્ર ટીમ દ્વારા અચાનક દરોડો પાડી 27 જેટલા નબીરાઓને રોકડા રૂ. 3,56,900, મોબાઇલ નંગ- 23, કિં.રૂ.1,21,000 તથા ફોર વ્હિલ નંગ.8, કિં.રૂ.26,00, 000 એમ મળીને કુ.રૂ.30,77, 900 ના મુદામાલ સાથે ઝબ્બે કરી ઝીંઝુવાડા પોલીસ મથક ખાતે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.