વિસાવદર પ્રાંત કચેરીએ દબાણ અટકાવવા ઝુંબેશ શરૂ કરી
વિસાવદર પ્રાંત કચેરીએ દબાણ અટકાવવા ઝુંબેશ શરૂ કરીગત વર્ષે ખૂબ ગાજેલા પણ વરસ્યા નહી એવા અધિકારીશ્રીએ ફરી દબાણ હટાવવા તજવીજ હાથ ધરી છે પણ હવે કડક કાયૅવાહી કરવામાં આવશે કે સૂરસૂરિયું થશે તો સમય જ બતાવશે.સરકારી જમીનની જાળવણી તથા તેના પર થતા દબાણ અટકાવવા બાબતે આજે પ્રાંત કચેરી તરફથી હુકમ કરવામાં આવેલ જેમાં વિસાવદર શહેરી- વિસ્તારમાં આવેલ સરકારી પડતર જમીન, સીટી સર્વે વિસ્તારની સરકારી જમીન, તથા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકાર હસ્તકની તથા ભેસાણ તળપદની સરકારી જમીનમાં દબાણ દુર કરવા ઝુંબેશ રૂપી કાર્યવાહી કરવા તથા સદરહુ દબાણ આઇડેન્ટીફાય કરવાની કામગીરી સમયમર્યાદામાં પુર્ણ થઇ શકે તે માટે વિવિધ ખાતાના કર્મચારીશ્રીઓને સોંપવામાં આવેલ છે.
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.