ધરમનગરમાં રૂપિયાની ઉઘરાણી મામલે મહિલા પર પાડોશી દંપતિનો હુમલો - At This Time

ધરમનગરમાં રૂપિયાની ઉઘરાણી મામલે મહિલા પર પાડોશી દંપતિનો હુમલો


ધરમનગર આવાસમાં રેહતાં પૂજાબેન ભરતભાઇ પરમાર (ઉ.વ.23) ને તેના પડોશમાં રહેતાં દંપતીએ તારો પતિ ક્યાં છે કહી જાહેરમાં ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં. મારમારીમાં ઘવાયેલા મહિલાને સારવારમાં ખસેડયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ફરિયાદમાં પૂજાબેને જણાવ્યા અનુસાર, મારા પતિ પાંચ દિવસથી ઘરેથી ક્યાંય ચાલ્યા ગયેલ છે, જે બાબતે મારી પડોશમાં રહેતાં દીપેશ પુજારા અને તેની પત્ની ક્રિષ્નાબેને તારો પતિ ક્યાં છે તેવું પૂછતાં જે બાબતે હું અજાણ હોવાનું કહેતાં બને પતિ પત્ની ઉશ્કેરાય હતા અને જાહેરમાં ગાળો આપી મારમાર્યો હતો. વધુમાં ઇજાગ્રસ્તના સબંધીએ જણાવ્યા મુજબ, પૂજાબેનના પતિ ભરતભાઇ રીક્ષા ડ્રાઈવર છે અને તેને તેના પડોશી દીપેશ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતાં
જેના વ્યાજની ઘણી રકમ ચૂકવી દીધાં છતાં પડોશી દંપતી પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતું હોય જેથી કંટાળીને ભરતભાઈ ઘર છોડીને ચાલ્યા ગયા છે. તે ક્યાં છે તે બાબતે તેની પત્ની પણ અજાણ હોય છતાં પડોશી દંપતીએ મારમારી ધમકી આપી હતી. બનાવની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે એટ્રોસીટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી એસ.સી.એસ.ટી.સેલને તપાસ સોંપાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.