રાજસ્થાન રાજ્યના કોટડા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા મહિલા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી., - At This Time

રાજસ્થાન રાજ્યના કોટડા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા મહિલા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,


( રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

રાજસ્થાન રાજ્યના કોટડા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક

વર્ષથી નાસતા ફરતા મહિલા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,

આગામી સમયમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનનાર હોય જેની તકેદારીના ભાગ રૂપે સાબરકાંઠા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પો.ઈન્સ.શ્રી.એ.જી.રાઠોડ,એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઈ બ.નં- ૯૦૦ તથા આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ બ.નં- ૫૧૯ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકિક્ત અન્વયે રાજસ્થાન રાજ્યના ઉદેપુર જીલ્લાના કોટડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં- ૦૧૨૮/૨૦૨૪ ઈ.પી.કો કલમ- ૪૨૦, ૩૯૨, ૧૨૦ -એ મુજબના ગુનાના નાસતા ફરતા મહિલા આરોપી ગીતાબેન વા/ઓ શંકરભાઇ

કાળાભાઈ ખોખરીયા રહે. બોરડી સરાવા ફળીયું, તા.ખેડબ્રહ્મા જી. સાબરકાંઠાવાળી ખેડબ્રહ્મા બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી મળી આવતાં સદરી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -૨૦૨૩ ની કલમ-૩૫ (૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) એ.એસ.આઈ. શૈલાબેન બેન્જામીન

(૨) આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઈ

(૩) આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ

(એ.જી.રાઠોડ) પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.