ધંધુકાની શ્રી એમ.એસ.સી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ વિશેની પ્રત્યક્ષ માહિતી અપાઈ - At This Time

ધંધુકાની શ્રી એમ.એસ.સી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ વિશેની પ્રત્યક્ષ માહિતી અપાઈ


ધંધુકાની શ્રી એમ.એસ.સી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ વિશેની પ્રત્યક્ષ માહિતી અપાઈ

આજના આ ઝડપી સમયમાં વિદ્યાર્થીઓ ના શિક્ષણ સાથે તેમને વર્તમાનમાં પણ ઉપયોગી બને તેવું શિક્ષણ જરૂરી છે ત્યારે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ વિશેની પ્રત્યક્ષ માહિતી ધંધુકા રેફરલ હોસ્પિટલ તેમજ 108 ના પાયલોટ અશરફભાઈ તેમજ રવિરાજભાઈ ના સહયોગથી આપવામાં આવી હતી

જેમાં ખૂબ જ સુંદર રીતે 108 ની કામગીરી થી વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ પણ અનેક પ્રશ્નોત્તરી કરી પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. વિદ્યાર્થીઓને આ પ્રત્યક્ષ શિક્ષણ મળ્યું તે માટે વિદ્યાર્થીઓના સંતોષને જોઈએ સ્ટાફમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.શ્રી એમ.એસ.સી વિદ્યાલય ના વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ ની પ્રત્યક્ષ મુલાકાત તેમજ માહિતી આપવામાં આવી

તારીખ 28/11/2024 ના રોજ રેફરલ હોસ્પિટલ તેમજ 108 ના અધિકારીશ્રી ની મદદથી વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ વિશેની માહિતી આપવામાં આવી તેમજ વિદ્યાર્થીઓએ પણ પોતાના મનમાં રહેલા પ્રશ્નોની રજૂઆત કરી જેના પાયલોટ શ્રી અશરફભાઈ તેમજ રવિરાજભાઈ દ્વારા ખૂબ જ સારી રીતે અને સરળ રીતે જવાબો આપી તેમને સમજાવવામાં આવ્યા.

વિદ્યાર્થીઓમાં કંઈક નવું જાણ્યાનો આનંદ છવાઈ ગયો હતો.જે બદલ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ નો આભાર વ્યક્ત કરીએ છીએ.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.