વીંછિયા પંથકની મહિલાની 108 માં જ ડિલેવરી: યોગ્ય સારવાર આપતાં માતા અને બાળકનો જીવ બચ્યો - At This Time

વીંછિયા પંથકની મહિલાની 108 માં જ ડિલેવરી: યોગ્ય સારવાર આપતાં માતા અને બાળકનો જીવ બચ્યો


વીંછિયા પંથકની મહિલાની 108 માં જ ડિલેવરી: યોગ્ય સારવાર આપતાં માતા અને બાળકનો જીવ બચ્યો

વિંછીયા ગામનાં વતની એક ૨૭ વર્ષનાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા સારવાર અર્થે વિંછીયાની સરકારી હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં હાજર તબિબ એ તપાસ કરતાં માલૂમ થયુ કે આ મહિલાને પુરા મહિને પ્રસુતિ પીડા શરુ થઇ છે અને સાથે બ્લપ્રેશર વધારે છે અને બન્ને પગે સોજા ચડી ગયા છે, જેના કારણે પ્રસુતિ સમયે આ મહિલા નું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે અથવા જીવ નું જોખમ થઈ શકે છે. તેથી વધારે સારવાર માટે પ્રસુતિ રોગ નિષ્ણાંત ડોકટર પાછે રિફર કરવા ૧૦૮ એમ્બ્યુલન્સ ને કૉલ કર્યો. વિંછીયા ૧૦૮ની ટીમ EMT દિનેશભાઈ રાઠોડ અને પાયલોટ ભુપતભાઈ સાંખડ કોલ મળતા જ ગણતરી ની મિનિટોમાં વિંછીયા ની સરકારી હોસ્પિટલ પહોંચ્યા અને EMT દિનેશભાઈ એ આ મહિલા ને તપાસ કરતાં માલૂમ પડયું કે આ મહિલાને ગમે તે સમયે ખેંચ શરુ થઇ શકે, તેથી જડપ થી આ મહિલા ને ૧૦૮ એમ્બ્યુલન્સ મા લઈ યોગ્ય સારવાર આપી સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પીટલ જસદણ જવા રવાના થયા પણ રસ્તામાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મા જ પ્રસૂતિ કરાવવી પડશે તેથી રસ્તાની સાઇડ માં ૧૦૮ એમ્બ્યુલન્સ ઊભી રાખી ૧૦૮ હેડ ઓફિસનાં ડોકટર ભાવિકની ટેલીફોનીક મદદ મેળવી સફળતા પૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી યોગ્ય સારવાર આપી માતા અને બાળક નો જીવ બચાવ્યો હતો.

(તસવીર: કરશન બામટાઃ આટકોટ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.