બસમાં કોઇ બિસ્કિટ કે વેફર આપે તો ખાતા પહેલાં વિચારજો, લૂંટારાએ રાજકોટથી અમદાવાદ કે સુરત જતાં 15 લોકોને શિકાર બનાવ્યા
જો તમે રાજકોટથી સુરત કે, અમદાવાદ સ્લીપર બસમાં મુસાફરી કરતા હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક એવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે પોતે રાત્રિના સમયે રાજકોટથી અમદાવાદ અને રાજકોટથી સુરત જતી સ્લીપર બસમાં મુસાફી કરીને બાજુમાં બેઠેલા મુસાફરને ઘેનની દવા લગાડેલા ક્રીમવાળા બિસ્કિટ ખવડાવી બાદમાં લૂંટને અજામ આપતો હતો. ગઈકાલે તે અન્ય બસમાં બેસી વધુ કોઇને પોતાની લૂંટનો નિશાન બનાવે તે પહેલાં જ પોલીસે આ શખસની ધરપકડ કરી અને તેની પાસેથી રોકડ રૂપિયા 5000 તેમજ વેફર બિસ્કિટ મળી કુલ 10,150નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.