જસદણના આલણસાગર ડેમમાં 26 ફૂટની સપાટી થતાં નરૅશ ચૉહલીયા ઍ જળના વધામણા કરી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર પ્રગટ કર્યૉ
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરના બાખલવડ ગામે આવેલ શહેરને પીવાનું તથા સાત ગામોને ખેતી સિંચાઈ માટેનું પાણી પૂરું પાડતા આલણ સાગર ડેમમાં 26 ફૂટ જેટલા નવા નિર આવતા જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર નરૅશભાઇ ચૉહલીયા દ્વારા નવા નિરના વધામણા કરવામાં આવ્યા હતા. આ તકે નરેશભાઈઍ જણાવ્યું હતું કે આલણ સાગર ડેમ ઈસવીસન 1900 ની સાલમાં પ્રજા વત્સલ રાજવી આલા ખાચર બાપુએ બંધાવેલ તે સમયે રાજના ખજાનામાં પૈસા ખૂટતા રાણી સાહેબાઍ પોતાના અંગત વપરાશના જળ ઝવેરાત દર દાગીના વેચીને ખેડૂતો પ્રજાજનોના હિતાર્થે આ તળાવ બંધાવેલ જે સૌરાષ્ટ્રનું સૌથી જૂનું સવાસો વર્ષ જૂનું આ તળાવ છે તેમાં ઉગમણી અને આથમણી બે કેનાલ છે આ કેનાલો દ્વારા સાત ગામમાં રવિ પાક માટે પાણી જાય છે આ તળાવ બાંધવા માટે તળાવની પાળીમાં બકરાની જાટ અને શિશુ વાપરેલ જેથી આ તળાવ ક્યારે તૂટશે નહીં તેવું રજવાડા વખતમાં ત્રાંબાના પત્રમાં લખી આપેલ છે આ તળાવના જીર્ણોધ્ધાર માટે જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકાર ના જળ સંપતિ અને પાણી પુરવઠા ના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવી બંને બંગલીઓનું સમારકામ કરેલ તેમજ અહીં આવેલ તળાવની પાળી ઉપર જાડી જાખરા દૂર કરી નવા પથરો ફિટ કરાવેલ આ ઉપરાંત પીવા માટેના સંપનું નિર્માણ કરેલ અને આગામી દિવસોમાં નવા સંપનું પણ નિર્માણ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. આમ ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો કોટી કોટી આભાર પ્રગટ કરતા નરેશભાઈ ચોહલીયા એ વધુમાં જણાવ્યું હતું કે અહીં ડૅમની પાળી ઉપર આવળ માતાનું મંદિર આવેલું છે તેનું જે મુખ્ય સ્થાનક તળાવની વચ્ચોવચ હોય જે તળાવ ભરાય ત્યારે માત્ર ધજા દેખાય છે અહીં દર અષાઢી બીજે જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે પી રાઠોડ દ્વારા આવડ માતા નો તાવો કરવામાં આવે છે. અને અહીં બાખલવડ ગામમાં આજની તારીખમાં પણ ગરણે ગળ્યા વગર જ પાણી પીવાની પરંપરા છે અને અહીં આવળ માતાનું એટલું હાચ છે આલન સાગર ખાતે જળના વધામણા સમયે જસદણ આરોગ્ય વિભાગના પિયુષભાઈ શુકલ તેમજ ધર્મેન્દ્રભાઈ વ્યાસ સહિત અનેક ગ્રામજનો ખેડૂતો ઉપસ્થિત રહેલ હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.