જસદણના સાણથલી ગામની શાળામાં રૂપિયા અઢી લાખ રોકડની ચોરી - At This Time

જસદણના સાણથલી ગામની શાળામાં રૂપિયા અઢી લાખ રોકડની ચોરી


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના સાણથલી ગામે શૈક્ષણિક સંકુલમાંથી અઢી લાખની ચોરી થતા તપાસ હાથ ધરી છે.
જસદણ તાલુકાના સાણથલી ગામે આવેલ આરુણી શૈક્ષણિક સંકુલના સંચાલક મુકેશભાઈ ખૂટે આટકોટ પોલીસ સ્‍ટેશન ખાતે કરેલી લેખિત રજૂઆત મુજબ જસદણ તાલુકાના સાણથલી ગામે તેમના દ્વારા સંચાલિત આરૂણી શૈક્ષણિક સંકુલમાં ચોરીનો  બનાવ મધ્‍ય રાત્રિએ બનેલ છે. શાળાની ઓફિસના કબાટમાં રાખેલા અંદાજે રૂપિયા ૨,૫૦,૦૦૦ ની રોકડ રકમ તસ્‍કર ઉઠાવી ગયા હતા. જોકે સમગ્ર ઘટના શાળાની ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી કેમેરાના રેકોર્ડ મુજબ અંદાજે રાત્રે અઢી વાગ્‍યે ચોરીનો બનાવ બનવા પામ્‍યો છે. જોકે ચોરી કરનાર શખ્‍સ મોઢા ઉપર બુકાની બાંધી આવેલો હોય સીસીટીવી કેમેરામાં પણ તેમનો ચહેરો સ્‍પષ્ટ ઓળખી શકાય તેમ નથી. જાણ ભેદુ છે કે અન્‍ય કોઈ શખ્‍સ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આટકોટ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ જે. એચ. સિસોદિયા સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. ચોરીના બનાવને પગલે  સાણથલી ગામમાં ચકચાર મચી જવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.