પ્રા.જે.એમ.તલાવીયાના માર્ગદર્શન તળે અને કેમ્પસ ડાયરેક્ટર હસમુખ પટેલની અધ્યક્ષતામાં કે.કે.પારેખ કોમર્સ કોલેજ - અમરેલીમાં "વાંચે ગુજરાત" અભિયાન અંતર્ગત પુસ્તક વાંચન સ્પર્ધા યોજાઈ. - At This Time

પ્રા.જે.એમ.તલાવીયાના માર્ગદર્શન તળે અને કેમ્પસ ડાયરેક્ટર હસમુખ પટેલની અધ્યક્ષતામાં કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં “વાંચે ગુજરાત” અભિયાન અંતર્ગત પુસ્તક વાંચન સ્પર્ધા યોજાઈ.


અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા ચંચાલીત કે.કે.પારેખ કોમર્સ કોલેજ - અમરેલીમાં મહાદેવભાઈ દેસાઈ પ્રેરિત "વાંચે ગુજરાત" અભિયાન અંતર્ગત પુસ્તક વાંચન સ્પર્ધાનું આયોજન અમરેલી જિલ્લા વિદ્યાસભા - અમરેલીના કેમ્પસ ડાયરેકટર હસમુખ પટેલના અધ્યક્ષ સ્થાને થયું હતું. જેમાં ૨૮ વિદ્યાર્થી ભાઈ - બહેનોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે કળોતરા નિકુલ વશરામભાઈ, દ્વિતીય ક્રમે ગોહિલ ધ્રુવાંશી બાલુભાઈ અને તૃતીય ક્રમે ગેલાણી જલ્પા નાનજીભાઈએ સ્થાન મેળવ્યું હતું. જે તમામને પ્રા.જે.એમ.તલાવીયાના હસ્તે પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન પ્રા.જે.એમ.તલાવીયાના માર્ગદર્શન દ્વિતીય વર્ષ બી.બી.એ.ના વિદ્યાર્થી રાઠોડ જતીન હરેશભાઈ અને દ્વિતીય વર્ષ બી.કોમ.ના વિદ્યાર્થી પાથર હિરેન પરશોતમભાઈએ કર્યું હતું. ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.પી.કે.ત્રિવેદીએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે નિર્ણાયક તરીકે પ્રા.ડો.જે.ડી.સાવલિયા અને ફેકલ્ટી મેમ્બર કુ.કલ્યાનીબેન રાવલે તેમની અમૂલ્ય અને ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી. તેમ આઈ.ક્યુ.એ.સી. કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.