કાલે સિહોર માં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ મહોલમાં પૂર્ણ - At This Time

કાલે સિહોર માં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ મહોલમાં પૂર્ણ


પરંપરાગત મુજબ શિહોરમાંથી નીકળતી
ભગવાન જગન્નાથજી ની રથયાત્રા છેલ્લા બે
વર્ષ કોરોનાની મહામારીને લઈને રથયાત્રા
બંધ રહેતી હોય ત્યારે આ દરમ્યાન ભગવાન
જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા.
દર વર્ષની જેમ પરંપરાગત મુજબ
રથયાત્રા સમિતિ દ્વારા સિહોરના ઠાકરદવારા
મંદિરથી પ્રસ્થાન થઈને શિહોરના રાજમાર્ગો
પર રથયાત્રા નીકળે છે. તે મુજબ સિહોરના
ઠાકરદવારા મંદિર થી ભજન મંડળીઓએ
રમઝટ બોલાવી હતી અને બાળકોને ખુશ
કરવા માટે નાના એવા બાબલાઓ એ પણ
રંગ જમાવ્યો હતો. તેવી જ રીતે રથયાત્રાનું
પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે પ્રસ્થાનમાં
શિહોર નગરપાલિકાના પ્રમુખ, શિહોર પી.
આઇ. વગેરે દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન
કરાવવામાં આવ્યું હતું. આ રથયાત્રા ઠાકરદવારા
મંદિરથી લઈને કેંસારા બજાર, સુરકાના દરવાજા,
શિવ શક્તિ સોસાયટી, સિંધી કેમ્પ, રેલવે સ્ટેશન રોડ,
ખાડીયા વિસ્તાર દાદાની વાવ થઈને શિહોરની મેઇન
બજારમાં આવે છે. ત્યારે રાત્રિના આઠ કલાકે નિજ
મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની
પૂર્ણાહુતિ થઈ હતી. પોલીસ સ્ટાફ દ્વારા કડક પોલીસના
બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થઈ હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.