બિહાર રાજ્યના દિપા પોલીસ સ્ટેશન તથા ઉતરાખંડ રાજયના મુનીકીરેતી પો.સ્ટે. ના મળી કુલ ૭૨ લાખ રૂપિયાની છેતરપીંડીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી.
રાજ્યના તથા આંતર રાજ્યના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી સાહેબ નાઓ સ્ટાફ સાથે પેટ્રોલીંગ માં હોય જે દરમ્યાન બોટાદ, તુરખા ગામે જવાના પીકઅપ સ્ટેન્ડ પાસે એક ઇસમ મૃત્યંજયકુમાર સન/ઓફ વિજય પંડિત રહે, જોકી, લક્ષ્મીજુલા, રૂષિકેશ દેહરાદુન, ઉતરાખંડ વાળો મોબાઇલમાં શંકાસ્પદ પ્રવૃતિ કરતા જણાતા તેને કચેરી ખાતે લાવી વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા મજકુર ઇસમ શેરબજારમાં ટ્રેડીંગનું કામ કરતો હોય શેર બજાર અંગેની લોભામણી સ્ક્રીમો દ્વારા અન્ય લોકો સાથે છેતરપીંડી કરતા હોવાનું જણાયેલ અને આ બાબતે તેના વિરૂધ્ધમાં બિહાર પટના ખાતે દિપા પોલીસ સ્ટેશન એફ.આઈ.આર.નં 5117019230938 Dt.05-12-2023 ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ મુજબ તથા ઉતરાખંડ રાજયના ટિહરી ગઢવાલ જીલ્લાના મુનીકીરેતી પો.સ્ટે. એફ.આઇ.આર. નં. 0101/2023 Dt.02-12-2023 ઇ.પી.કો.કલમ ૪૦૬, ૪૨૦ મુજબના ગુન્હાઓ દાખલ થયેલ જે ગુન્હામાં મજકુર આરોપી નાસતો ફરતો હોય મજકુર ઇસમને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.