દિલ્હી- મુંબઈ કોરીડોરના પ્રોજેક્ટમા ૧૪ ગામના ખેડુતો એકત્રિત થઈ વિરોધ દર્શાવ્યો /વળતરની માંગ કરાઈ - At This Time

દિલ્હી- મુંબઈ કોરીડોરના પ્રોજેક્ટમા ૧૪ ગામના ખેડુતો એકત્રિત થઈ વિરોધ દર્શાવ્યો /વળતરની માંગ કરાઈ


દિલ્હી- મુંબઈ કોરીડોરના પ્રોજેક્ટનો ૧૪ ગામના ખેડુતો ભેગા મળી વિરોધ નોંધાવ્યો / વળતરની માંગ કરાઈ
ઝાલોદ તાલુકાના ૧૪ ગામના દિલ્હી- મુંબઈ કોરીડોર પસાર થઈ રહ્યો છે,આ હાઈવેમા જે ખેડુતોની જમીન સંપાદનમા થયેલી છે તેના કરતા વધુ જમીન પર હાઇવે ઓથોરિટીએ કબ્જો કર્યો હોવાથી ખેડુતોએ સર્વેની માંગ કરી રહ્યા છે સાથે હાઇવેમા ગયેલી જમીનનુ પુરુ વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે, અને વિરોધ નોંધાવી કામ અટકાવી દીધેલ હતુ ત્યારે આ માંગ અને વિરોધમા નીચે પ્રમાણે ગામના ખેડુતો જોડાયા હતા, મુણધા, સુથારવાસા, આંબા, બિલવાણી, મોટીહાંડી, ડગેરીયા, વસ્તી, પાવડી, ધારાડુંગર, ટાઢાગોલા, દાંતિયા, ગુલતોરા, છાંયણ, ચાટકા, મળીને ૧૪ ગામોના દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવેના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂત ખાતેદાર ભાઈ બહેનોની હાઇવેમાં જમીન સમ્પાદન થઈ જતા જે તેમની મૂળભૂત સુવિધાઓ હતી તે છીનવાઈ ગયેલ છે. તે સુવિધાઓ મળે તે માટે આદિવાસી ખેડૂતોએ દાહોદ જીલ્લા કલેક્ટરશ્રી ને *તા. 22 ઓગસ્ટ* ના રોજ આવેદન પત્ર પણ આપેલ હતું સાથે જણાવેલ હતું કે જો અમારી મૂળભૂત સુવિધા ઓ *તા. 05/09/2024* સુધી મુહયા કરવામા અસમર્થ જણાય આવશો તો*તા. 06/09/2024 ના શુક્રવાર* રોજ અમારા ૧૪ ગામોમાં ચાલતું કોરીડોર હાઈવેની કામગીરી અમો વિરોધ કરી બંધ કરાવી દઇશુ. તેવી ચિમકી ઉચ્ચારી હતી તે અનુસંધાને આજરોજ ૧૪ ગામોના ખેડુતો તેમજ આગેવાનોએ મળીને પોતાના હક અધિકારીઓ મળે તે માટે વિરોધ નોંધાવ્યો હતો
વધુમા આગેવાન મુકેશભાઈ ડાંગીએ જણાવ્યુ હતુ કે ખેડૂતોની જમીનનો સર્વે કરવામા આવે તેમજ તેઓને યોગ્ય વળતર મળે તે સાથે જ ખેડુતોની માંગ પ્રમાણે આંગણવાડી,પાણી,વીજળી,કુવાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ પુરી પાડવામા આવે તેવી ખેડૂતોની માગ ત્વરિત પુરી કરવામા આવે ત્યારે આ સંદર્ભે સ્થળ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર મોટી સંખ્યામા પોલીસ કાફલો ગોઠવી દેવામા આવ્યો હતો.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.