વિસાવદરમાં તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી
આજરોજ વિસાવદરના અંધશાળાના પરિસરમાં તાલુકાના પત્રકારોની એકતા પરિષદની બેઠક મળી. આજની ઔપચારિક બેઠકમાં જિલ્લા મથકેથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખીયા, જિલ્લા પ્રભારી વિનુભાઈ પુરોહિત, જિલ્લા કોઓર્ડીનેટર વિનોદભાઈ ચંદારાણા તથા જિલ્લા મહામંત્રી વલ્લભભાઈ પરમાર ઉપસ્થિત રહેલ.
બેઠકમાં ઉપસ્થિત મહેમાનોને સ્થાનિક પત્રકાર પ્રતિનિધિઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ.ત્યારબાદ મહાનુભવોએ જણાવેલ કે રાજ્ય, જિલ્લા લેવલે કાર્ય કરતી પત્રકાર એકતા પરિષદ પત્રકારોના હિતમાં કાર્ય કરતી સંસ્થા છે. સાથોસાથ સરકારશ્રી પાસે પત્રકારત્વ ક્ષેત્રે માગણીઓ મૂકેલી તે પૈકી ઘણી માગણીઓ સી.આર.પાટીલે સ્વીકૃત કરેલ છે. આ ઉપરાંત દરેક પત્રકારો માટે વિનામૂલ્યે વિમા સુરક્ષા કવચ પૂરું પાડવા રાજ્ય પત્રકાર એકતા પરિષદ કટિબદ્ધ છે. તદુપરાંત પત્રકારત્વ ક્ષેત્રે ધ્યાનમાં રાખવા જેવી ઘણી બાબતોની વિસ્તૃત છણાવટ કરેલ.
આજરોજ વિસાવદર તાલુકા એકતા પત્રકાર પરિષદ કારોબારીની રચના કરતા સર્વ સંમતિથી પ્રમુખ તરીકે વીરભૂમિના એડિટર શાંતિભાઈ ગણાત્રા બિનહરીફ નિયુક્ત થયેલ. તે સાથે જ પત્રકાર મિત્રોના સંકલનથી તાલુકા કારોબારીની રચના કરવામાં આવી. જેમાં જિલ્લા પ્રતિનિધિ સી.વી.જોશી, તાલુકા ઉપપ્રમુખ હરેશભાઈ મહેતા, ઉમેશભાઈ ઝાલાવાડીયા, મહામંત્રી વિપુલભાઈ લાલાણી, સંગઠન મંત્રી કેયુરભાઈ અભાણી, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, સહમંત્રી રાજુભાઈ ગોંડલીયા, આઇ.ટી. સેલ મુકેશભાઈ રીબડીયા, સલાહકાર બોર્ડના સભ્ય ગીજુભાઈ વિકમા. ઉપસ્થિત મહાનુભવોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવેલ.
નવ નિયુક્ત પ્રમુખશ્રી શાંતિભાઈ ગણાત્રાએ જણાવેલ કે આગામી સમયમાં જિલ્લા સાથે સંકલનમાં રહી, અને લોકશાહીમાં પત્રકારત્વની ગરિમા જળવાઈ રહે તેવા આપણા સૌના સહિયારા પ્રયત્નો રહેશે. પરિષદની કાર્યશૈલી મુજબ તમામ પત્રકાર મિત્રોને સહકાર આપવા અનુરોધ કરેલ
અહેવાલ સીવી જોસી
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.