આત્મન યુવા ગ્રુપ દ્વારા ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને વેસ્ટન કલ્ચરનો સમન્વય કરી *”અર્વાચીન રાસોત્સવ-૨૦૨૨”* નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું
આત્મન યુવા ગ્રુપ દ્વારા ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને વેસ્ટન કલ્ચરનો સમન્વય કરી *"અર્વાચીન રાસોત્સવ-૨૦૨૨"* નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતના સથવારે ખેલૈયાઓ મન મુકીને જુમ્યા હતા. રાસોત્સવના અંતે ખેલૈયાઓને વેલડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ કિડ્સ, બેસ્ટ સ્ટેમીના સિનિયર સીટીઝન, તેમજ સમય બદ્ધતા માટેના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે રાધિકાબેન મણવર, સંગીતાબેન ગોંધીયા અને કુણાલભાઈ પુજારા એ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. ચિરાગભાઈ ધામેચા- સી. જે. ગ્રુપ, દ્વારા પ્રોત્સાહિત ઇનામો તેમજ ચેતનભાઈ ચાવડા - ચેતન ટેલિકોમ તરફથી લકકી ડ્રો નું ઇનામ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ કિશોરભાઈ રાઠોડની આગેવાનીમાં નિલેશભાઈ ગોહિલ, ઈશ્વરભાઈ વાણીયા, વિશાલ પારઘી, નિલેશ ગોહિલ, ઉદય સોલંકી, રાજહંસભાઈ માકડીયા, વિશાલભાઈ મકવાણા, રાકેશભાઈ રાઠોડ, જલ્પેશભાઈ વાઘેલા, અમિતભાઇ રાઠોડ, નયનાબેન સોલંકી, મયુરભાઈ રાઠોડ શૈલેષભાઈ સાગઠિયા એ ખુબજ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.