સુઈગામ ખાતેથી ભાજપનું કાર્યાલય સમેટી લેવાયું
ભાજપે જાહેર કરેલા ઉમેદવારના વિરોધને લઈ આખરે,
*સુઈગામ ખાતેથી ભાજપનું કાર્યાલય સમેટી લેવાયું.*
વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભામાં રિપીટ થવાના સંકેતો અને ચૌધરી સમાજમાં પોતાની અવગણના ને લઈ ભાજપના પૂર્વ આરોગ્ય-મંત્રી શંકર ચૌધરીએ પણ ચૂંટણી જંગ જીતવા માટે પોતાની વાવ સીટ બદલીને હવે થરાદ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ભાજપે વાવ વિધાનસભામાં જે ઉમેદવારને જાહેર કરેલ છે તે ઉમેદવારનો વાવ સુઇગામ રાજપૂત સમાજનો સોસીયલ મીડિયા સહિતના વિરોધને લઈ સ્થાનિક આગેવાનોએ ભાજપના પ્રદેશ મહુડી મંડળને પણ ઉમેદવાર બદલવાની અંદરખાને રજુઆત કરી હતી તેવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી, જોકે ભાજપના જાહેર કરાયેલા ઉમેદવારથી ભાજપ પક્ષના કાર્યકરો પણ નારાજ હોઈ,કચવાટ સાથે ગણ્યા-ગાંઠયા કાર્યકરો ઉમેદવાર સાથે હાજર રહેતા હોય છે અને જ્યારથી ભાજપ ના ઉમેદવાર જાહેર થયા છે ત્યારથી સુઈગામ ખાતે ભાજપના ધમધમી રહેલા કાર્યાલયને જાણે ખંભાતી તાળાં લાગી ગયાં હોય એમ છેલ્લા ચાર દિવસથી કાર્યાલય બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું તે કાર્યાલયને આજે પાંચમા દિવસે આખરે ઝંડા,બોર્ડ વગેરે ખોલી લઈને સુઈગામ ખાતેના કાર્યાલયને સમેટી લીધું હતું.
*રિપોર્ટ-જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ*
mo.૯૯૦૪૦૨૩૮૬૨.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.