ભારે વરસાદ અને વર્તુ બે ડેમના પાણી છોડીયા બાદ રાવલ હનુમાન ધાર ચંદ્રાવાળા ને જોડતો રસ્તો બંધ થયો હતો.
ભારે વરસાદ અને વર્તુ બે ડેમના પાણી છોડીયા બાદ રાવલ હનુમાન ધાર ચંદ્રાવાળા ને જોડતો રસ્તો બંધ થયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામના વર્તુ નદીના પુલ ઉપર મોટા મોટા વૃક્ષ તણાય આવતા પાણીના નિકાસ ને અવરોધ ઉભો થયો હતો .
જેથી પાણી પૂલ પર થી નીકળી શકતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું , અને રસ્તો સદંતર બંધ હતો .
રાવલ હનુમાન ધાર, બારીયાધાર, ચંદ્રાવાડા ,થઈને પોરબંદર જતો રસ્તો બંધ હોવાથી રાવલ નગરપાલિકા ટીમ દ્વારા જેસીબી મશીન મંગાવી પૂલ પર ફસાયેલ વૃક્ષ ,ડાળી મોટા વૃક્ષો ફસાઈ ગયા હતા તે જેસીબી મશીન દ્વારા કાઢી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જેથી હનુમાનધાર રોડ ઉપર બંને સાઈડ વાહનોનો મોટો ટ્રાફિક થયો હતો. વાહનોની કતાર લાગી હતી તેથી રાવલ આઉટ પોસ્ટ ના પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક સમસ્યા ઉકેલી રાવલ , હનુમાન ધાર રસ્તો શરૂ કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.