તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ગઢડા શહેરમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક તપાસ : ૬ જેટલા દુકાનધારકોને દંડ ફટકારાયો
(અસરફ જાંગડ દ્વારા)
સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા અને આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.કે વાગડીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ(કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી શહેરી આરોગ્ય કેન્દ્ર, ગઢડા ટાસ્ક ફોર્સ દ્વારા ગઢડા શહેરમાં શાળા પાસે આકસ્મિક તપાસ અને રેડની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેંચતા નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૧ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૬ જેટલા દુકાનધારકો પાસેથી રૂ.૧૨૦૦/-અંકે એક હજાર બસો રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો કામગીરીમાં શહેરી આરોગ્ય કેન્દ્રના ગઢડા મેડીકલ ઓફિસર, યુ.એચ.સી.સુપરવાઇઝર, નગરપાલિકા ગઢડાના શોપ ઇન્સ્પેક્ટર, પોલીસ કર્મીઓ અને પુરવઠા વિભાગના નાયબ મામલતદાર દ્વારા આ કામગીરી ખુબ જ ચોક્કસાઈપૂર્વક કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.