મહુવા તાલુકાના કુંભણ ગામે* *નવવર્ષીય બાળકનું નદીમાં ડુબી જતા* *કરૂણ મોત..*
*મહુવા તાલુકાના કુંભણ ગામે* *નવવર્ષીય બાળકનું નદીમાં ડુબી જતા* *કરૂણ મોત..*
*ગ્રામજનોની શોધખોળ બાદ મૃતદેહ* *મળી આવતા અરેરાટી સાથે શોક છવાયો*
મહુવા તાલુકા કુંભણ ગામે સ્કૂલેથી રિશેષ પડતા નવ વર્ષનો વિદ્યાર્થી બપોરે ઘરે જમવા જતો હોય ત્યારે સ્કૂલ અને ઘરની વચ્ચે આવેલ તળાવમાં અચાનક પગ લપસી જતા વિદ્યાર્થી પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું મહુવા તાલુકા કુંભણ ગામે રહેતા કાદરભાઈ ભલાભાઈ રાઠોડ નો પુત્ર કુંભણ ગામની શાળામાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતો અયાન કાદરભાઈ રાઠોડ (ઉંમર વર્ષ નવ) જે કુંભણ ગામની પ્રાથમિક શાળાએ અભ્યાસ કરવા માટે ગયેલ હોય અને રિસેસ પડતા ઘરે જવા માટે નીકળેલ હતો ત્યારે ઘરે નહીં પહોંચતા ઘરના લોકોએ તપાસ કરતા શાળા અને ઘરની વચ્ચે તળાવ આવેલ જ્યાં અયાનના ચપ્પલ પડેલ હોય જેથી સ્થાનિક રહીશો દ્વારા તળાવમાં શોધખોળ કરતા તળાવમાંથી અયાનનો મૃતદેહ મળી આવ્યો હતો તળાવમાંથી મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાથી અરેરાટી સાથે શોક છવાયો હતો...
*રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.