જસદણ અને કોટડા સાંગાણી તાલુકાને જોડતો વેરાવળ(સા)થી સતાપરનો રસ્તો
જસદણ અને કોટડા સાંગાણી તાલુકાને જોડતો વેરાવળ(સા)થી સતાપરનો રસ્તો
ભાદર નદી પરના મેજર બ્રીજ સાથે ડામર સપાટીવાળો કરવા રૃા. ૧૦ કરોડ મંજૂર કરાવતા કુંવરજી બાવળિયા
જસદણ અને કોટડા સાંગાણી બે તાલુકાને જોડતો રસ્તો વેરાવળ (સા)થી સતાપર જે વર્ષો જુનો, અતિ જર્જરીત હાલતમાં હતો જે અંગે લાંબા સમયથી સ્થાનિકેથી માંગણી થતી આવતી જે અંગે મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા ધ્યાને મુકતા સતાપર, તા. કોટડા સાંગાણીથી વેરાવળ (સા. ), તા. જસદણને જોડતો રસ્તાના માટીકામ, મેટલકામ, નાળાકામ, ડામર કામ, મેજર બ્રીજ (ભાદર નદી પર) તથા સી. સી. રોડ સહિત રૃા. ૧૦ કરોડની રકમ મંજૂર કરેલ છે જે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ કામગીરી શરૃ કરવામાં આવશે. આ લાંબા સમયથી માંગણીવાળો રસ્તો મંજૂર થતા કોટડા સાંગાણી અને જસદણ તાલુકાના લોકોમાં હર્ષની લાગણી ફેલાયેલ.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.