મનસુખ સાગઠિયાએ અગ્નિકાંડ અને એસીબી એમ બંને કેસમાં પોતાના વકીલ મારફત જામીન અરજી કરી છે - At This Time

મનસુખ સાગઠિયાએ અગ્નિકાંડ અને એસીબી એમ બંને કેસમાં પોતાના વકીલ મારફત જામીન અરજી કરી છે


સમગ્ર વિગત જોઈએ તો તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી.
જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (1) ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ ક્બહેયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર (7) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (8) મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ (9) ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ (10) મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (11) રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ (12) જયદીપ બાલુભાઈ ચૌધરી (13) રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર (14) ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર (15) ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (16) મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.
જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ કન્હેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે છે. જેમાંથી અશોકસિંહ, કિરીટસિંહ, ઇલેશ ખેર, ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
આ તરફ સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા સામે એસીબીએ પણ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. બંને કેસમાં ચાર્જશીટ થઈ ગયા બાદ સાગઠિયાએ જામીન અરજી ગુજારી છે. જેની સુનાવણી આવતીકાલે છે.
આ કેસમાં આરોપી મનસુખ સાગઠિયા વતી અગ્નિકાંડ કેસમાં જામનગરના એડવોકેટ વી.એચ. કનારા અને એસીબી કેસમાં વી.એચ. કનારા અને રાજકોટના વકીલ ભાર્ગવ બોડા રોકાયેલા છે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.