ભાડલાના સુરેશભાઈ ચાવડા પર રાજકોટમાં હુમલો: રોકડ પડાવી લેવાયોનો આક્ષેપ - At This Time

ભાડલાના સુરેશભાઈ ચાવડા પર રાજકોટમાં હુમલો: રોકડ પડાવી લેવાયોનો આક્ષેપ


જસદણના ભાડલા ગામે રહેતો સુરેશભાઈ નાજાભાઇ ચાવડા નામનો યુવક રાત્રે 11 વાગ્યે રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ રોડ શીતળામાં ગૌશાળા પાસેથી બાઈક ચલાવી ભાડલા તરફ જતો હતો. ત્યારે અજાણ્યા ચાર શખ્સે ધોકાથી માર માર્યો તેથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સુરેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે ચાર શખ્સોએ મને ઉભો રાખી તું કેમ બાઈકના કાવા મારે છે ? તેમ કહી ઝઘડો કરતા મેં તેને કહ્યું, ક્યાં કાવા મારું છું, અજાણતા ચારેયએ પાટુ અને ધોકાથી માર માર્યો હતો અને મારા ખીસ્સામાંથી 3850ની રોકડ પણ પડાવી ગયા હતા. પોતે સેન્ટીંગ કામ કરવા આવ્યા હતા અને પરત ભાડલા જતો હતા ત્યારે આ બનાવ બન્યો. હોસ્પિટલ ચોકીના રામશીભાઈ, ચંદ્રસિંહ, ભાવેશભાઈ, ધર્મેન્દ્રભાઈએ પોલિસને જાણ કરતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image