ધારાસભ્ય નથી તો શું થયું વિસાવદર મારી માતૃભૂમિ છે:પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાવિસાવદર આબાજળ ડેમમાં સૌની યોજનાથી નમૅદાના નીર પહોંચાડીયા* - At This Time

ધારાસભ્ય નથી તો શું થયું વિસાવદર મારી માતૃભૂમિ છે:પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાવિસાવદર આબાજળ ડેમમાં સૌની યોજનાથી નમૅદાના નીર પહોંચાડીયા*


ધારાસભ્ય નથી તો શું થયું વિસાવદર મારી માતૃભૂમિ છે:પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાવિસાવદર આબાજળ ડેમમાં સૌની યોજનાથી નમૅદાના નીર પહોંચાડીયાવિસાવદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આબાજળ ડેમ સુકાઈ ગયેલ તથા નગરપાલિકાના કુવા તથા બોરમાં પાણીના તળિયા દેખાઈ જતા અને વરસાદ લંબાતા વિસાવદરમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયેલ અને આ બાબતે નગરપાલિકા દ્વારા શહેરમાં રિક્ષાઓ ફેરવી પાણીનો બગાડ નહિ કરવા અને પાણીની બચત કરવા લોકોને અપીલ કરેલ હતી અને આ બાબતે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ને મળી આ બાબતે સરકારમાં રજુઆત કરી પીવાના પાણીની સમસ્યા દૂર કરવા વિનંતી કરેલ ત્યારે તાબડતોબ શ્રી રિબડીયા એ જણાવેલ કે હું ધારાસભ્ય નથી તો શું થયું વિસાવદર મારી માતૃભૂમિ અને કર્મભૂમિ છે વિસાવદરની કોઈપણ સમસ્યાએ મારી સમસ્યા છે તેવું જણાવી તાત્કાલિક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનો સંપર્ક કરી સ્થાનિક નેતાગીરીમાંથી પૂવૅ ધારાસભ્ય હષૅદભાઈ રીબડીયા તથા હરીભાઇ રીબડીયા વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખે સરકારશ્રીના મંત્રીને ખેડુત લક્ષી આ બાબતની અંગત રસ લઈને રજૂઆત કરી હતી.તેના ફળસ્વરૂપે આજે વિસાવદર તાલુકાનાં ખેડૂતો માટે સુખદ સમાચાર આવ્યા હતા.જેમા વિસાવદર શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા આંબાજળ ડેમમાં સૌની યોજના મારફત નર્મદાના નીર પહોંચ્યા વિસાવદર શહેરના લોકો તથા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપ્ત થઈ હતી. આ સમયે સતાધારના મહંતશ્રી વિજયબાપુ દ્વારા નર્મદાના નીરને પૂજાકરીને વધાવ્યા હતા.આ તકે સિંચાઈ ના અધિકારી પાંડે સાહેબ હાજર રહ્યા હતા.વિસાવદર નગરપાલિકા ના કુવા બોરમાં પાણીની ઘટ ઉભીથતા પીવાના પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થાય તે પહેલા નર્મદાનું પાણી પહોંચાડવા બદલ ગુજરાત સરકાર તેમજ સિંચાઈ પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનો વિસાવદર શહેરના લોકોએ ખેડૂતો વતી હૃદયથી આભાર માન્યો હતો તેવું એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.