ડેટા માઈગ્રેટ કરવાનો હોવાથી રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ ૨થી ૬ જુલાઈ બંધ રહેશે - At This Time

ડેટા માઈગ્રેટ કરવાનો હોવાથી રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ ૨થી ૬ જુલાઈ બંધ રહેશે


રાજકોટ, તા. ૧ જુલાઈ - રેશનકાર્ડને લગતા ડેટાબેઝ અન્ય સર્વર પર માઈગ્રેટ કરવાનો હોવાથી તા. ૨થી ૬ જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે તેમ જિલ્લા પૂરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

આ યાદીમાં જણાવાયા મુજબ, રેશનકાર્ડ ધારકોને હાલાકીનો સામનો ના કરવો પડે તે હેતુથી સર્વર પર ડેટાબેઝ અપડેટ કરવા અંગે નાયબ નિયામકશ્રી અન્ન અને નાગરિક પૂરવઠા કચેરી-ગાંધીનગર તરફથી સૂચના આવી છે કે, હાલમાં રેશનકાર્ડને લગતો જૂનો ડેટાબેઝ સર્વર પર રહેલો છે. જેનો સમયગાળો ખૂબ વધારે થઈ ગયો હોવાથી માઇક્રોસોફ્ટ દ્વારા તેના પર સપોર્ટ બંધ કરાયો છે. જેના લીધે સર્વર ધીમું હોવા બાબતે જિલ્લા-તાલુકા કક્ષાએ હાલાકીનો સામનો કરવાના પ્રશ્ન ઊભા થાય છે. જેથી તા.૨થી ૬ જુલાઈ સુધીના સમયગાળામાં રેશનકાર્ડને લગતી સિસ્ટમ માઇગ્રેટ-મેઈન્ટેનન્સ હેઠળ હોવાથી, આ સમયગાળામાં રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે. આ બાબતની નોંધ તમામ વ્યાજબીભાવની દુકાનના સંચાલકો તથા રેશનકાર્ડ ધારકોને લેવા જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.