હરસોલમાં ચોમાસાના બફારા  વચ્ચે લાઈટના ધાંધિયા - At This Time

હરસોલમાં ચોમાસાના બફારા  વચ્ચે લાઈટના ધાંધિયા


તલોદ તાલુકાના હરસોલ ખાતે GEB તંત્રની લાલિયાવાડીના લીધે અસહ્ય ગરમીમાં મરામતની કામગીરીથી પ્રજા ત્રાહિમામ્ પોકારી ઉઠી છે. મળતી માહિતી મુજબ હરસોલમાં UGVCLનું સબ સ્ટેશન આવેલ છે તેમ છતાં હરસોલ પંથકમાં વારંવાર લાઈટના ધાધિયાં અને વારંવાર વીજકાપ રહેતા વીજ ગ્રાહકો, ઉદ્યોગકારો અને વેપારીઓ ત્રસ્ત થયા છે. વીજ કાપ અંગે અગાઉથી કોઈપણ જાતની જાણ કર્યા વગર દિવસમાં ગમે ત્યારે ગમે તે કારણસર વીજ પ્રવાહ બંધ થઈ જાય છે. અઠવાડિયામાં ૩-૪ દિવસ આ પરિસ્થિતિ હરસોલ વાસીઓને ભોગવવી પડી રહી છે. તા. ૧૬મીના રોજ UGVCL દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર હરસોલમાં સવારે ૯ વાગ્યાથી લઈ સાંજે ૬ વાગ્યા સુધી રિપેરીંગ કામ કરવાના બહાને કોઈપણ જાણ કર્યા વિના વીજ પ્રવાહ બંધ કરી દેતા લોકો કંટાળ્યા હતા. ઘણા લોકોના ધંધા- વ્યવહારો પણ ખોરવાયા હતા. ત્યારે જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી અથવા રિપેરીંગ કામગીરી પૂર્ણ કરે તેવી માંગ ઊઠવા પામી છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.