ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ તેમજ ‘સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ’ દ્વારા મોદી સ્કુલની અંદર પાણી રીચાર્જ માટે ૮ બોર કર્યા. ડૉ. રશ્મીકાંતભાઈ મોદી દ્વારા ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’નાં પાણી બચાવો અભિયાનમાં લોકોને જોડાવાની અપીલ - At This Time

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ તેમજ ‘સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ’ દ્વારા મોદી સ્કુલની અંદર પાણી રીચાર્જ માટે ૮ બોર કર્યા. ડૉ. રશ્મીકાંતભાઈ મોદી દ્વારા ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’નાં પાણી બચાવો અભિયાનમાં લોકોને જોડાવાની અપીલ


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ તેમજ ‘સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ’ દ્વારા મોદી સ્કુલની અંદર પાણી રીચાર્જ માટે ૮ બોર કર્યા.

ડૉ. રશ્મીકાંતભાઈ મોદી દ્વારા ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’નાં પાણી બચાવો અભિયાનમાં લોકોને જોડાવાની અપીલ

રાજકોટ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ૧૮૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે તેમજ વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે રાજકોટ સીટીમાં ૧૧,૧૧૧ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ છે.આ અનુસંધાને કાલાવડ રોડ, મોદી સ્કુલમાં વિધાર્થીઓ અને સ્ટાફગણને વરસાદી શુદ્ધ પાણી રીચાર્જ કરવાથી થતા ફાયદા વિષે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’નાં પ્રમુખ દિલીપભાઈ સખીયા એ માહિતી આપી અને સ્કૂલનાં ગ્રાઉન્ડમાં ૨૦૦ ફૂટનાં ૪ બોર કર્યા. આજુબાજુનાં રહેણાકવાળા હાઈરાઈજ બિલ્ડીંગમાં પીવાના પાણી માટે ૨૫૦૦ થી ૩,૦૦૦ ફૂટનાં બોર દ્વારા ભૂખરી વીંધીને ખારું, તુરુ અને ઉંચા TDS વાળું પાણી આવવાથી લોકોની બીમારીઓમાં ખુબ વધારો થાય છે. અને બિલ્ડીંગોમાં પાણીની પાઈપ લાઈનો જામ થય જતી હોય છે. એટલે કે પીવા લાયક નથી હોતું. આ બોર અને આવા ઘણા બીજા બોર બનવાથી જમીનમાં વરસાદી મીઠા પાણીના તળ ૨૫ થી ૫૦ ફૂટે આવશે. જેથી ખુબ મોટી રાહત થશે, લોકો નીરોગી રહેશે અને દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.
મોદી સ્કૂલનાં ડૉ.રશ્મીકાંતભાઈ મોદીએ ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ની પાણી બચાવવાની પ્રવૃત્તિને દિલથી આવકારીને પોતાની દરેક પ્રોપર્ટીમાં વધારેમાં વધારે પાણી માટે રીચાર્જ બોર કરવા તેમજ ચેકડેમ બનવાનો પણ નિર્ણય લીધેલો છે અને વધારે માં વધારે આ કાર્ય ને ગતિ મળે તેના માટે તન, મન, ધનથી મદદ રૂપ થવાની વાત કરી છે.આ પ્રસંગે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’નાં પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, ડૉ. રશ્મીકાંતભાઈ મોદી,આતમન મોદી, અમિતભાઈ મેઘપરા, જયસુખભાઈ હિરાણી, રમેશભાઈ જેતાણી, વિઠ્ઠલભાઈ બાલધા, તેમજ મોદી સ્કુલનાં શિક્ષક ગણ અને વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.