પ્રજા નું પેટ કોણ ભરશે ? ખેડૂતો નું ધાન્ય કે શોષક ઉદ્યાગો ના ઉત્પાદનો ? કોર્પોરેટ મિત્રોની તરફેણમાં પૂરી તાકાત અને ઝડપ સાથે કામ કરતી સરકાર
પ્રજા નું પેટ કોણ ભરશે ? ખેડૂતો નું ધાન્ય કે શોષક ઉદ્યાગો ના ઉત્પાદનો ?
કોર્પોરેટ મિત્રોની તરફેણમાં પૂરી તાકાત અને ઝડપ સાથે કામ કરતી સરકાર
દર વર્ષે દેશ માં માનીતા જાણીતા ચહિતા ઉદ્યોગ પતિ ઓની આવક રોકેટ ગતિ એ વૃદ્ધિ પામે છે ચર્ચાસ્પદ અદાણી કંપની ઉપર લગાવવામાં આવી એવા અનેક આરોપોમાં એક છે, સાર્વજનિક ક્ષેત્રના રેલવે ગેસ, વીજળી, બંદર, હવાઈ મથકો જેવા અનેક ઉપક્રમોને જથ્થાબંધ ખરીદવા. સવાલ એ છે કે, આ એકદમ ઉમદા, કબાઈ અને નવરત્ન પણ કોવાય એવા સાર્વજનિક ઉપક્રમોને બચાવવા કેમ છે?
વીસમી સદીના છેલા દસકામાં દુનિયાભરમાં નવી આર્થિક નીતિઓની શરૂઆત થઈ અને વૈશ્વિકીકરણ ઉદારીકરણ' અને ખાનગીકરસ' શબ્દો પહેલીવાર લોકપ્રિય થતા દેખાયા. આ નીતિઓ સફળ રહી અને તેને સ્વીકૃતિ મળી તેની પાછળ સોવિયત સંઘનું પતન થયું તેને જવાબદાર માનવામાં આવે છે. સોવિયત સંઘ હોય ત્યાં સુધી દુનિયા એક-મત નહોતી થઈ શની અને આવી આર્થિક નીતિઓ વૈશ્વિક સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકવાનું પણ શક્ય નહોતું.
જેકે, એવું નથી કે કોઈ વિરોધ થયો નથી. આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં જ ડાબેરી અને જમણેરી એમ બંને પ્રકારના રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે આ નીતિઓનો વિરોધ કર્યો હતો. ‘સ્વદેશી જાગરણ મંચ'ના અભિયાનો આપણને યાદ છે. એ અલગ વાત છે કે આજે એ જ વિચારધારાના લોકો સત્તા પર છે અને ‘સીધા વિદેશી મૂડીરોકાણ'ની લહેરમાં સ્વદેશીનો ખ્યાલ સાવ વિસરાવી દેવામાં આવ્યો છે.
વર્તમાનની સરકારે આર્થિક વિકાસ માટે એજ નીતિ ઓનું પાલન કર્યું છે જે અગાઉની સરકારની આર્થિક નીતિઓ હતી અને જે ‘વૈશ્વિકીકરણ’ સાથે ભારતમાં અપનાવવામાં આવી હતી. ફરક માત્ર એટલો જ છે કે, અગાઉની સરકાર આ માર્ગ પર ધીમી ગતિએ આગળ વધી રહી હતી, જ્યારે વ્યાપક રાજકીય સમર્થન પર ગર્વ ધરાવતી વર્તમાન સરકાર પોતાના કોર્પોરેટ મિત્રોની તરફેણમાં પૂરી તાકાત અને ઝડપ સાથે કામ કરી રહી છે. તેનાથી આશ્ચર્યજનક રીતે ‘ખાનગીકરણ'ની પ્રક્રિયા ઝડપી બની છે. કેટલાક પસંદગીના ઉદ્યોગપતિઓની મિલકતમાં દર વર્ષે અનેક ગણો વધારો જોવા મળી રહ્યો છે.અને સાથે સાથે ગરીબ લોકોની મુશ્કેલીઓ પણ દિનપ્રતિદિન વધી રહી છે. આ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ અને અભિન્ન ભાગ છે- હેર ક્ષેત્રોનું ખાનગીકરણ
સરકારી હવે વધુને વધુ ‘ખાનગીકરણ’ને બદલે ડિસઇન્વેસ્ટમેન્ટ' શબ્દનો ઉપયોગ કરી રહી છે. આ ખાનગીકરા” શબ્દના નકારાત્મક અર્થને ઘટાડે છે અને વસ્તુઓને સરળ બનાવે છે. વર્તમાન નાણાં મંત્રીએ એક ડગલુ આગળ વધીને આ પ્રક્રિયા માટે એક નવો શબ્દ તૈયાર કર્યો છે “મુદ્રીકરણ”. હાલમાં સરકાર આવું જ કરી રહી છે.
પ્રશ્ન એ છે કે તેમાં ખોટું શું છે? વિશ્વના ઘણા દેશોમાં . ખાનગીકરણ' પહેલેથી અસ્તિત્વમાં છે. જનસંઘના સમયથી ભાજપ હંમેશાં ખાનગીકરણ'નું સમર્થન અને ‘જાહેર ક્ષેત્ર’ની વિરોધ કરે છે. આપણા વડા પ્રધાન એવા પ્રથમ વ્યક્તિ નથી કે જેમણે કહ્યું કે સરકારનું કામ ધંધો ચલાવવાનું નથી, પરંતુસરકારને માત્ર સરકાર ચલાવવાની ચિંતા હોવી જોઈએ. તેમના પહેલા પણ તેમના જ પક્ષમાં આવું કહેનારા લોકો હતા. સવાલ એ છે કે શું ખરેખર ‘જાહેર ક્ષેત્ર’ની જરૂર છે? અથવા શું તે ખરેખર હાથી રાખવા જેવો મોંધો શોખ છે?
સૌ પ્રથમ, એ સમજવું જોઈએ કે ભારતમાં ‘જાહેર ક્ષેત્ર’ વાસ્તવમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ફાટી નીકળેલી આકાંક્ષાઓનું ઉત્પાદન છે. સ્વતંત્રતા સંગ્રામનો એક મુખ્ય વર્તમાન સરકારે આર્થિક વિકાસ માટે એ જ નીતિઓનું પાલનપરિયાન્ન એ પણ હતો કે આઝાદી પછી કેવા પ્રકારનું ભારત બનશે? મહાત્મા ગાંધી હોય કે ભગતસિંહ, સુભાષચંદ્રબોઝ હોય કે જવાહરલાલ નેહરુ હોય દરેક વ્યક્તિએ પોતાની રીતે આ સપનું જોયું હતું. સામ્યવાદી લોકોનાં સપનાં હતાં, તેમ કોંગ્રેસીઓને પણ હતાં, પરંતુ તેમાંથી કોઈ પણ ‘ખાનગીકરણ'ની તરફેણમાં નહોતું.
જ્યારે સુભાષ ચંદ્ર બોઝ કૉંગ્રેસના પ્રમુખ બન્યા, સોવિયેત સંઘની નીતિ-નિર્માણ પ્રક્રિયાથી પ્રભાવિત થઈને, તેમણે પક્ષની અંદર એક ‘યોજના પંચ'ની રચના કરી, જેના ઉપાધ્યક્ષ જવાહરલાલ નેહરુને બનાવવામાં આવ્યા. આ પંચે આઝાદી પછી દેશમાં આયોજનબદ્ધ વિકાસ અને ‘જાહેર ક્ષેત્ર’ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આઝાદી પછી, નેહરુએ ‘પ્લાનિંગ કમિશન' અને ઉપરોક્ત નીતિઓનો અમલ કર્યો, જે વાસ્તવમાં સ્વતંત્રતા ચળવળની અપેક્ષાઓ સાથે સુસંગત હતી.
એ જ રીતે, એ પણ મહત્ત્વનું છે કે જાહેર ક્ષેત્રે બાંધવામાં આવેલા ભારે અને પાયાના ઉદ્યોગો, મોટા બંધો, રસ્તાઓ, રેલવે વગેરેને કારણે પાછળથી ખાનગી ક્ષેત્ર પણ ખીલી શક્યું. જો આપણે સાર્વજનિક ક્ષેત્રમાં જંગી રોકાણ ન કર્યું હોત તો શક્ય છે કે ખાનગી ઉદ્યોગો પણ તે પ્રમાણમાં વિક્સ્ટ્રા ન હોત અને વિકાસની બાબતમાં આપણે આપણા અન્ય પડોશીઓની આસપાસ હોત.
જાહેર ક્ષેત્રએ માત્ર આપણા દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સામાજિક-આર્થિક વિકાસ અને રાજકીય સ્થિરતાને વેગ આપ્યો છે, જેણે લોકશાહીને મજબૂત બનાવી છે. ભારતમાં લોકશાહી તેના જાહેર ક્ષેત્રની જેમ વ્યાપકપણે ફેલાયેલી છે, ઊંડેથી વિકસિત છે, જ્યારે આપણા પાડોશી દેશોમાં, ખાસ કરીને પાકિસ્તાનમાં લોકશાહી ખૂબ નબળી રહી છે, કારણ કે ત્યાં જાહેર ક્ષેત્ર ચારેય વિકસિત થયું નથી.
વિશ્વના વિકસિત દેશો પર નજર કરશો તો સમજાશે કે જે દેશોમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક વિકાસ થયો છે, ત્યાં લોકશાહી, સ્થિરતા અને જાહેર ક્ષેત્ર છે. મૂડીવાદી દેશોમાં પણ આ જ છે અને તેમાં કોઈ આશ્ચર્યન થવું જોઈએ. જાહેર ક્ષેત્રનો વાસ્તવમાં આજકાલ સરકારી માલિકીના સંદર્ભમાં ઉપયોગ થાય છે, જાહેર માલિકીના અર્થમાં નહીં. તમામ
જાહેર ક્ષેત્રએ માત્ર આપણા દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સામાજિક-આર્થિક વિકાસ અને રાજકીય સ્થિરતાને વેગ આપ્યો છે, જેણે લોકશાહીને મજબૂત બનાવી છે. ભારતમાં લોકશાહી તેના જાહેર ક્ષેત્રની જેમ વ્યાપકપણે ફેલાયેલી છે, ઊંડેથી વિકસિત છે.વિકસિત, મૂડીવાદી દેશોમાં શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ માત્ર જાહેર ક્ષેત્રમાં જ છે. ઘણા વિકસિત દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી ક્ષેત્ર પાસે નથી.
ભારતમાં જાહેર ક્ષેત્રએ એક વિશાળ મધ્યમ વર્ગનું નિર્માણ કર્યું છે, જે પરંપરાગત કૃષિ અર્થતંત્ર અને અનૌપચારિક બજારમાં શક્ય નહોતું. તે જાહેર ક્ષેત્ર છે જેણે દેશમાં આર્થિક પ્રક્રિયાઓને સંગઠિત સ્વરૂપ આપ્યું છે અને એક નાનો પણ આર્થિક રીતે મજબૂત સંગઠિત ક્ષેત્રનો કામદાર વર્ગ બનાવ્યો છે, જે ધીમે ધીમે મધ્યમ વર્ગમાં વિકસિત થયો છે. આ મધ્યમ વર્ષે દેશમાં વપરાશ અને ઉત્પાદનની પ્રક્રિયાઓને ઝડપી બનાવીને બજા૨ને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરનાં વર્ષોમાં જ્યારે પણ વિશ્વમાં આર્થિક કટોકટી અને મંદીનાં જોખમોનો સામનો કરવો પડ્યો ત્યારે જાહેર ક્ષેત્ર, મધ્યમ વર્ગ અને કૃષિ-કેન્દ્રિત ગ્રામીણ અર્થતંત્રએ ભારતના અસ્તિત્વમાં સૌથી મોટું યોગદાન આપ્યું છે.
આપણા દેશમાં જાહેર ક્ષેત્રનું એક મહત્ત્વનું યોગદાન જેની સામાન્ય રીતે ઓછી ચર્ચા થાય છે તે છે સામાજિક ન્યાયનું સંવર્ધન. ભારત ઐતિહાસિક રીતે વિવિધ સામાજિક વર્ગો, ખાસ કરીને જાતિઓમાં વિભાજિત સમાજ રહ્યો છે અને દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને સ્ત્રીઓને શિક્ષણ, રોજગાર, પ્રતિષ્ઠા અને તકોથી વંચિત રાખવામાં આવ્યા છે. જો આઝાદી પછી ભારતમાં જાહેર ક્ષેત્ર દ્વારા વિકાસનો માર્ગ અપનાવવામાં ન આવ્યો હોત, તો શક્ય હતું કે તેમના સામાજિક-આર્થિક પછાતપણાંને લીધે, આ વર્ગો વધુ સારું શિક્ષણ મેળવી શક્યા ન હોત. ઉપરાંત, તેઓ સન્માનજનક રોજગાર અને આર્થિક-સામાજિક સમાનતા હાંસલ કરી શક્યા ન હોત. ભારત જેવા દેશોમાં ‘જાહેર ક્ષેત્ર’નો કોઈવિકલ્પ નથી અને તેને દરેક કિંમતે સાચવવું પડશે. તે માત્ર આર્થિક વિકાસ અને સમૃદ્ધિનું સાધન નથી, પરંતુ તેને સ્વતંત્રતા સંગ્રામ, લોકશાહી અને સામાજિક ન્યાય અને ગૌરવના સ્વપ્નના માધ્યમ તરીકે પણ જોવું જોઈએ. અલબત્ત, તે ટીકાથી પર નથી, તેના પડકારો પણ ઘણા છે અને તેની પણ વાત થવી જોઈએ, (‘દેશબંધુ'માંથી સાભાર ભાવાનુવાદ)
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.