તા 22-1 ના રોજ અયોધ્યા ખાતે શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી સિધ્ધનાથ સેવા ટ્રસ્ટ દ્વારા શંકરપરા વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી
તારીખ 22/1/2024 ના રોજ અયોધ્યા મુકામે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી સિધ્ધનાથ સેવા ટ્રસ્ટ દ્વારા શંકરપરા વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.સવારે 9:00 કલાકે આખા વિસ્તારમાં ડી.જેના તાલ સાથે આનંદ અને ઉલ્લાસથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી.આ યાત્રા બાદ વિસ્તારમાં આવેલા સિધ્ધનાથ મહાદેવ મંદિર અને ભક્તરાજ હનુમાનજીના મંદિરે રામલલ્લાની આરતી કરવામાં આવી.ત્યારબાદ બપોર પછી 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી અખંડ રામધૂન કરવામાં આવી. પાંચ વાગ્યે વડતાલથી પધારેલા પરમ પૂજ્ય કેવલ્યપ્રસાદ સ્વામી અને મંદિરના પૂજારી ગગન ગીરી દ્વારા ધર્મસભા કરવામાં આવી જેમાં હિન્દુ ધર્મ અને ભગવાન શ્રી રામના જીવન વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. ધર્મસભા બાદ સાંજે 6-30કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિસ્તારના તમામ ધર્મ પ્રેમી લોકોએ પ્રસાદનો લાભ લીધેલ અને રાત્રે રાસ ગરબા દ્વારા આ અનેરા પ્રસંગને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિમય રીતે ઉજવવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.