રાજકોટમાં વીજચોરી ઝડપી લેવા 35 ટીમ 25થી વધુ વિસ્તારોમાં ઉતરી, ચેકીંગ ડ્રાઈવ શરૂ - At This Time

રાજકોટમાં વીજચોરી ઝડપી લેવા 35 ટીમ 25થી વધુ વિસ્તારોમાં ઉતરી, ચેકીંગ ડ્રાઈવ શરૂ


વીજચોરી રોકવા માટે PGVCL દ્વારા છેલ્લા 7 મહિનાથી સતત સૌરાષ્ટ્ર વ્યાપી દરોડાનો દો૨ ચલાવવામાં આવી ૨હયો છે. રાજકોટ શહેરમાં આજે કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી છે અને લગભગ 25 જેટલા અલગ અલગ વિસ્તારોમાં સવા૨થી 36 ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં આજે PGVCLની કોર્પોરેટ ટિમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના અલગ અલગ 25 જેટલા વિસ્તારોમાં 35 ટિમો દ્વારા સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વાવડી, નાના મવા, ખોખળદડ અને મવડી રોડ સબ ડિવિઝન હેઠળ આવતા અલગ અલગ 25 જેટલા વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં કુલ 11 KVના 5 ફીડર આવરી લેવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.