તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી માં 76 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી.
તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી માં 76 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી.
26 જાન્યુઆરીની રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા દેશના બંધારણ અમલ આવ્યા ના દિવસે આપણો દેશ પ્રજાસત્તાક દેશ બન્યો તે હેતુના માનમાં અને આઝાદી મેળવવામાં જે ક્રાંતિવીરોએ પોતાનું લોહીનું બલિદાન આપેલું તેને યાદ કરવા અને આ મહામૂલી આઝાદી અને આપણે પ્રજાસત્તાક થયા તે દિવસને આપણે ભૂલી ના શકીએ અને આ બધા શહીદ વીરોની સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ આ દિવસે તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી ખાતે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ 22 જેટલી કૃતિઓ રાખવામાં આવેલ હતી તથા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું હતું આ દિવસે નાના નાના ભૂલકાઓ દ્વારા સરસ મજાનો સારું સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા તથા જિલ્લા લેવલે તેમજ રાજ્ય લેવલે જે વિદ્યાર્થીઓએ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું છે તેવા વિદ્યાર્થીઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વાલીશ્રીઓ તથા આમંત્રિત તમામ મહેમાનોના મન મોહી લીધા હતા. આ રાષ્ટ્રીય પર્વ ના દિવસે ખરેખર બાળકોના દિલમાં દેશભાવના જગાવતો પર્વ બની રહ્યો હતો આ પર્વ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવો માં તપોવન વિદ્યા સંકુલના તમામ ટ્રસ્ટીગણ તથા ડોક્ટર હડિયા સાહેબ તથા ડોક્ટર વઘાસિયા સાહેબ તથા ડોક્ટર સાવલિયા તથા ડોક્ટર પટોડીયા સાહેબ તથા આકોલવાડી ગામના સરપંચ. આકોલવાડી ગામના સરપંચ સેજલબેન વઘાસિયા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય અલ્પાબેન વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી તેમજ આકોલવડી ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહી આ બાળકોના પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
