જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાએ મતગણતરીની પૂર્વતૈયારીની સમીક્ષા કરી - At This Time

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાએ મતગણતરીની પૂર્વતૈયારીની સમીક્ષા કરી


સરકારી ઇજનેરી કોલેજ ખાતે થનારી મતગણતરી સંદર્ભે વિવિધ વિભાગોને સૂચનો અપાયા

લોકસભા ચૂંટણીની મતગણતરી આગામી ચોથી જૂનના રોજ યોજાવાની છે. જેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર. કે. મહેતાએ મતગણતરીની પૂર્વતૈયારીઓની આજે સમીક્ષા કરી હતી. વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરાનારી મતગણતરી સંદર્ભે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. કોલેજ કેમ્પસમાં તૈયાર કરાયેલા મતગણતરીરૂમ, મતગણતરીના દિવસે ઉભી થનારી બેરિકેડિંગ તેમજ પાર્કિંગ વ્યવસ્થા, મીડિયા રૂમ, કોમ્યુનિકેશન રૂમ સહિતની વ્યવસ્થાઓની મુલાકાત કલેક્ટર આર.કે. મહેતાએ લીધી હતી. ત્યારબાદ અહીં બેઠક યોજી સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.એન. ચૌધરી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.