બોટાદના ગઢડા રોડ ખાતે જી.એસ.પી.સી. ગેસની લાઈનમાં પી.જી.વી.સી.એલ. દ્વારા ડ્રિલીંગ કામ કરતા અચાનક જ લાઈનમાં લીકેજ - At This Time

બોટાદના ગઢડા રોડ ખાતે જી.એસ.પી.સી. ગેસની લાઈનમાં પી.જી.વી.સી.એલ. દ્વારા ડ્રિલીંગ કામ કરતા અચાનક જ લાઈનમાં લીકેજ


બોટાદના ગઢડા રોડ ખાતે જી.એસ.પી.સી. ગેસની લાઈનમાં પી.જી.વી.સી.એલ. દ્વારા ડ્રિલીંગ કામ કરતા અચાનક જ લાઈનમાં લીકેજ થતા અફડાતફડી મચી : ગેસ લાઈનમાં લીકેજ થવાની ઘટના અંગે મોકડ્રીલ યોજાઇ

બોટાદ શહેરના ગઢડા રોડ ખાતે જીએસપીસી ગેસની લાઈનમાં પીજીવીસીએલ દ્વારા ડ્રિલીંગ કામ કરતા અચાનક જ ગેસલાઈનમાં લીકેજ થતાં અફડાતફડી મચી હતી. લીકેજ બંધ કરવા કર્મચારીઓએ તાબડતોબ પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતુ તે દરમ્યાન લીકેજ વધી જતાં ફાયર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલરૂમને જાણ કરાતા અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ, આરોગ્ય, પ્રદુષણ નિયંત્રણ, ફાયર વિભાગ સહિતના અધિકારીઓએ સ્થળ પર આવીને કામગીરી સંભાળી લીધી હતી. બોટાદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી પાઠક સહિતના અધિકારીઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને અમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગેસ લીકેજ તથા ગેસની અસર મહામહેનતે કાબુમાં લેવામાં આવી હતી. બોટાદ જિલ્લામાં કોઇ આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોય તે અંગે મોકડ્રીલના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતના માર્ગદર્શન અન્વયે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.