નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા નજીક અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા ઇજાગ્રસ્ત થયેલ ૧૯ વર્ષીય યુવકનું મોત
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા નજીક રાત્રે આઠ વાગ્યાના અરસામાં કુદરતી હાજતે ગયેલ એક શ્રમજીવી યુવકને એક ફોર વ્હિલ ગાડીએ અડફેટમાં લેતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશનો અને હાલ નેત્રંગના કેલ્વીકુવા ખાતે રહેતો ભમરસિંહ થાવરીયા મેડા નામના યુવકનો પરિવાર કેલ્વીકુવા ખાતે મજુરીકામ કરે છે.
ભમરસિંહની સાથે તેની માસીનો છોકરો મોનુભાઇ ધનાભાઇ ભાભોર પણ રહેતો હતો.તા.૧૩ મીના રોજ મોનુભાઇ રાતના કુદરતી હાજતે જવા નીકળ્યો હતો. ત્યારબાદ રાતના આઠ વાગ્યાના અરસામાં ભમરસિંહને ખબર મળી હતી કે કોઈ ફોર વ્હિલ ગાડીએ અડફેટમાં લેતા મોનુભાઇ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને નેત્રંગ સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયો હોવાની જાણ થતાં ભમરસિંહ સરકારી દવાખાને ગયો હતો. ઇજાગ્રસ્ત ૧૯ વર્ષીય મોનુંભાઇને શરીરના અન્ય ભાગોએ ઇજા થવા ઉપરાંત માથાના પાછળના ભાગે વાગેલ હતું. ઇજાગ્રસ્ત મોનુભાઇએ ભમરસિંહને અકસ્માત બાબતે જણાવ્યું હતું. દવાખાનાના તબીબે સારવાર કર્યા બાદ મોનુભાઇને દવાખાનામાં દાખલ થવા જણાવેલ પરંતું આ લોકો સારવાર બાદ દવાખાનેથી તેમના રહેઠાણે જતા રહ્યા હતા.
ત્યારબાદ સવારના ચારેક વાગ્યાના સમયે સુતેલા મોનુભાઇને જગાડવાનો પ્રયત્ન કરવા છતાં તે જાગ્યો નહિ,અને તપાસ કરતા તેનું મોત થયું હોવાનું જણાયું હતું. અકસ્માતની આ ઘટના સંદર્ભે ભમરસિંહ મેડાએ ફોર વ્હિલ ગાડીના ચાલક વિરુધ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
