બીજેપી બોટાદ ટીમ દ્વારા વિજય દિવસની 25 મી વર્ષગાંઠ નિમિત્તે સાંદિપની વિદ્યાનિકેતન શાળા, બોટાદ ખાતે “કારગિલ વિજય જનસભા” અને “કારગિલ પ્રદર્શની” નું આયોજન કરાયું
આ કાર્યક્રમમાં પ્રદેશમાંથી પ્રકાશભાઈ સોની વક્તા તરીકે ઉપસ્થિત રહી કારગિલ યુદ્ધની શૌર્ય અને રાષ્ટ્ર માટે સમર્પિત પ્રેરણાદાયક ગાથા વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું. જિલ્લા મહામંત્રી જામસંગભાઈ પરમાર તેમજ રસિકભાઈ ભુંગાણી એ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, આર્મી જવાનો, આગેવાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. ઉપસ્થિત આર્મી જવાનોનું જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.