ગરબાડા પોલીસે મીનાક્યાર ચેકપોસ્ટ ઉપરથી ટ્રાવેલ્સમાં મુસાફર પાસેથી ઈંગ્લિસ દારૂનો જથ્થો ઝડપી પાડયો. - At This Time

ગરબાડા પોલીસે મીનાક્યાર ચેકપોસ્ટ ઉપરથી ટ્રાવેલ્સમાં મુસાફર પાસેથી ઈંગ્લિસ દારૂનો જથ્થો ઝડપી પાડયો.


ગરબાડા પોલીસ મથકના પીઆઈ એસ.એમ.રાદડીયા તથા પી.એસ.આઇ જી.કે.ભરવાડ તથા ગરબાડા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો સાથે મીનાકયાર બોર્ડર સહાયતા કેન્દ્ર ઉપર વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન એક ટ્રાવેલ્સમા મુસાફર શેરસિંહ તીખીયાભાઇ જાતે ચૌહાણ રહે. ઝીરણ ગામ , ઉગમણા ફળીયા તા.જી.અલીરાજપુર(એમપી) પાસેથી ઇંગ્લીશ દારૂની અલગ-અલગ માર્કાની કુલ ૧૨ નંગ બોટલો જેની કુલ કિંમત રૂપિયા ૯૩૪૦ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આરોપીને ઝડપી પાડી તેની વિરુધ્ધમા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image